નવી દિલ્હી: કરતારપુર ગુરુદ્વારની જાળવણીની જવાબદારી જે મેનેજમેન્ટને યૂનિટને સોંપવામાં આવી છે તેમના 9 સભ્યો Evacuee Trust Property Board (ETPB) સાથે સંપર્કમાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે, (ETPB)ને સંપુર્ણ રીતે પાકિસ્તાનની ખુફિયા એજન્સી આઈએસઆઈ કંટ્રોલ કરે છે.
કરતારપુર ગુરુદ્વારાની જવાબદારી
ખાસ વાત એ છે કે, ગુરુદ્વારાની જાળવણી માટે બનાવવામાં આવેલી નવી સંસ્થામાં એક પણ શીખ સભ્ય નથી. હવે કરતારપુર ગુરુદ્વારાની જવાબદારી પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટને સોંપવામાં આવી છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ યૂનિટના સીઈઓ તારિક ખાનને બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાન સરકાર તરફથી કરતારપુર ગુરુદ્વારને લઈ જાહેર કરવામાં આવેલા આદેશમાં ગુરુદ્વાર દ્વારા વ્યાપાર પ્લાન છે. આ આદેશમાં પ્રોજેક્ટ બિઝનેસ પ્લાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે ગુરુદ્વારથી હવે ઈમરાન ખાન સરકાર પૈસા કમાવવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે.