શ્રીનગર/ઈસ્લામાબાદ: જમ્મુ અને કાશ્મીરમાં સીમાંકન આયોગની રચના માર્ચ 2020 માં કરવામાં આવી હતી. ગુરુવારે સૂચિત તેના અંતિમ અહેવાલમાં, પંચે જમ્મુ ક્ષેત્રને છ વધારાની વિધાનસભા બેઠકો આપી છે, જ્યારે કાશ્મીર ખીણને એક વધારાની વિધાનસભા બેઠક આપવામાં આવી છે. આ પછી, 90 સભ્યોની વિધાનસભામાં જમ્મુ વિભાગમાં 43 અને કાશ્મીરમાં 47 બેઠકો હશે. કાશ્મીરી સંગઠન જેકે પીસ ફોરમે પીઓકે અને શાક્સગામ ખીણની સંસદીય અને વિધાનસભા બેઠકોનો ઉલ્લેખ કરવામાં "નિષ્ફળ" રહેવા બદલ તેની ટીકા કરી છે.
પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના મામલાને લઇને કેમ આવું કર્યુ... - Pakistans Foriegn Ministry on disenfranchising and disempowering Muslim majority population in JK
ભારત સરકારે સીમાંકન આયોગને જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા અને સંસદીય મતવિસ્તારની સીમાઓને ફરીથી દોરવાનું કાર્ય સોંપ્યું છે. ન્યાયાધીશ (નિવૃત્ત) રંજના દેસાઈની આગેવાની હેઠળના ત્રણ સભ્યોના પંચે ગુરુવારે કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા બેઠકોની સીમાઓની પુનઃ રેખાંકન અંગેના તેના અંતિમ અહેવાલ પર હસ્તાક્ષર કર્યા હતા.
POKનો શું છે મામલો - સતીશ મહાલદારે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2O19 હેઠળ રાજ્યના પુનર્ગઠન પછી પણ, સીમાંકન આયોગ માટે PoK માટે વિધાનસભા બેઠકોનો ઉલ્લેખ કરવો ફરજિયાત હતો, જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આનાથી જમ્મુ-કાશ્મીરના લોકોને દુઃખ થયું છે. નિવેદન અનુસાર, ભારતીય પક્ષને કહેવામાં આવ્યું હતું કે, આ સમગ્ર કવાયત હાસ્યાસ્પદ હતી અને જમ્મુ અને કાશ્મીરના તમામ રાજકીય પક્ષો દ્વારા તેને પહેલાથી જ નકારી દેવામાં આવી હતી, કારણ કે આ પગલા દ્વારા ભારત માત્ર 5 ઓગસ્ટ, 2019 ના તેના ગેરકાયદેસર કૃત્યને 'કાયદેસર' કરવા માંગે છે.
2019નો દરજ્જો - ભારતે ઓગસ્ટ 2019માં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યો હતો, જેનો પાકિસ્તાને જોરદાર વિરોધ કર્યો હતો. તેણે ઈસ્લામાબાદમાં તૈનાત ભારતીય હાઈ કમિશનરને પણ હાંકી કાઢ્યા હતા, જેના પછી બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો વણસ્યા છે. ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને સ્પષ્ટપણે કહ્યું છે કે, 2019 માં દેશની સંસદ દ્વારા કલમ 370 ની મોટાભાગની જોગવાઈઓને નાબૂદ કરવી એ તેનો આંતરિક મામલો છે.