ફિરોઝપુરઃ પંજાબના ફિરોઝપુર બોર્ડર(Ferozepur Border in Punjab) વિસ્તારમાં નીચી ઉંચાઈ પર ઉડતા હેક્સાકોપ્ટરને(ડ્રોન) શુક્રવારે રાત્રે BSFના જવાનોએ પકડી લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ડ્રોન મેડ ઇન ચાઇના છે. મેડ ઈન ચાઈના ડ્રોન પાકિસ્તાન(Pakistan Made in China Drone in Ferozepur Border) તરફથી ભારતીય સીમામાં પ્રવેશ્યું છે. BSF અધિકારીએ જણાવ્યું કે BSFના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન(Ferozepur Border Search Operations) શરૂ કરી દીધું છે.
ફિરોઝપુરમાં ઘણા ડ્રોન જોવા મળ્યા
આ ઉપરાંત પહેલા પણ ફિરોઝપુરમાં ઘણા ડ્રોન(Drone at Ferozepur border) જોવા મળ્યા છે. જેને લઈને વિસ્તારના લોકો હંમેશા ગભરાટમાં રહે છે. ત્યારે BSFના જવાનો હંમેશા દેશ અને નાગરિકોની સુરક્ષામાં લાગેલા છે. પરંતુ પાકિસ્તાન તેના નાપાક હરકતોથી બચતું નથી.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલ આતંકવાદ અંગેનો લેટેસ્ટ રિપોર્ટ શું કહે છે, જાણો...
ભારતીય ઉપખંડમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન, ISIS અને અલ કાયદા જેવા આતંકવાદી સંગઠનો(Terrorist Organization in the Indian Subcontinent) સક્રિય છે. ઉપરાંત, જમ્મુ અને કાશ્મીર, પૂર્વોત્તર ભારત અને મધ્ય ભારત ઉગ્રવાદી-આતંકવાદી પ્રવૃત્તિઓથી પ્રભાવિત વિસ્તારો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલા આતંકવાદ પરના તાજેતરના રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.
ભારત સરકારે આતંકવાદી સંગઠનો શોધવા પ્રયાસો કર્યા પરંતુ ખતરો