- વડા પ્રધાન ઈમરાન ખાનની આગેવાની હેઠળની સરકારે લીધો નિર્ણય
- પેટ્રોલિયમના ભાવમાં પાકિસ્તાની રૂપિયા 8.14 પ્રતિ લિટર સુધીનો વધારો
- "સરકારની નિષ્ફળતાની સ્વીકૃતિ" અને "મજાક સિવાય બીજું કંઈ નથી": વિપક્ષી નેતાઓ
ઈસ્લામાબાદ (પાકિસ્તાન):વડાપ્રધાન ઈમરાન ખાનની આગેવાની હેઠળની સરકારે પેટ્રોલિયમના ભાવમાં પાકિસ્તાની રૂપિયા 8.14 પ્રતિ લીટર સુધીનો વધારો (Pakistan hikes petroleum prices ) કર્યો છે. નાણા મંત્રાલયે શુક્રવારે આ નિર્ણયની જાહેરાત કરી હતી. સ્થાનિક મીડિયાના અહેવાલમાં જણાવાયું છે કે, તહરીક-એ-લબ્બેક પાકિસ્તાનના વિરોધને પગલે વડા પ્રધાને આ સપ્તાહની શરૂઆતમાં વધારો અટકાવી દીધો હતો.
કેરોસીન અને લાઇટ ડીઝલના ભાવમાં પણ વધારો
ટેક્સના દરો, આયાત સમાનતા કિંમત અને વિનિમય દરના આધારે, સરકારે પેટ્રોલ અને હાઇ-સ્પીડ ડીઝલના ભાવમાં અનુક્રમે 8.03 રૂપિયા અને 8.14 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. એ જ રીતે, કેરોસીન અને લાઇટ ડીઝલના ભાવમાં અનુક્રમે રૂ. 6.27 અને રૂ. 5.72 પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો, એમ પાકિસ્તાની પ્રકાશનમાં જણાવ્યું હતું.
દેશના અત્યાર સુધીના સૌથી મોટા સબસિડી પેકેજની જાહેરાત