ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુંબઇ હુમલાનો આતંકી પાકિસ્તાનથી હતો, પાકે કર્યો સ્વીકાર - 26/1 મુંબઇ હુમલો

પાકિસ્તાનની શીર્ષ એજન્સીએ સ્વીકાર કર્યો કે, 26/11 ના મુંબઇ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદી પાકિસ્તાનના હતા.

Pakistan declares 11 terrorists involved in 26/11 Mumbai attack on most-wanted list
Pakistan declares 11 terrorists involved in 26/11 Mumbai attack on most-wanted list

By

Published : Nov 12, 2020, 10:20 AM IST

  • મુંબઇ હુમલાનો આતંકી પાકિસ્તાનથી હતો
  • પાકિસ્તાને કર્યો સ્વીકાર
  • 11 આતંકવાદીઓને મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં પણ સામેલ કર્યા

નવી દિલ્હીઃ પાકિસ્તાનની શીર્ષ એજન્સી, એફઆઇએ અથવા સંઘીય તપાસ એજન્સીએ બુધવારે સ્વીકાર કર્યો કે, 26/11 ના મુંબઇ આતંકી હુમલામાં સામેલ અગિયાર આતંકવાદી પાકિસ્તાનના હતા. પાકિસ્તાને 26/11 ના મુંબઇ હુમલામાં સામેલ 11 આતંકવાદીઓને મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં પણ સામેલ કર્યા છે.

મુંબઇ હુમલાનો આતંકી પાકિસ્તાનથી હતો

દેશના શીર્ષ તપાસ પ્રાધિકરણ, સંઘીય તપાસ એજન્સીએ બુધવારે આ જાણકારી આપી હતી. આ ઉપરાંત પાકે પહેલીવાર 26/11 હુમલામાં આતંકીઓની પાકમાં ઉપસ્થિતિનો પણ સ્વીકાર કર્યો છે. આ આતંકીઓએ 26/11 હુમલામાં પ્રમુખ ભૂમિકા નિભાવી હતી.

મળતી માહિતી મુજબ પાકે 880 પાનાની એક સૂચિ બનાવી છે. જેમાં મુલ્તાનના મુહમ્મદ અમઝદ ખાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અમઝદ પર 2008 ના આતંકી હુમલામાં સામેલ નાવ અલ ફોઝની ખરીદમાં સામેલ થવાનો આરોપ છે.

અમઝદે એક યામાહા મોટોઆર નાવ ઇંજન, લાઇફ જેકેટ, એઆરજેડ વોટર સ્પોર્ટ, કરાચીથી ઇન્ફ્લેટેબલ બોટ્સ પણ ખરીદ્યા હતા. આ સામાનો બાદ મુંબઇ પર હુમલો કર્યા દરમિયાન ઉપયોગ કરાયો હતો.

અલ-હુસૈની અને અલ-ફૌઝ નામની નાવના કૅપ્ટન બહાવલપુરના શાહિદ ગફૂરનું નામ પણ સામેલ છે. આ બૉટોને આતંકીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details