નવી દિલ્હી : ICC મેન્સ ODI વર્લ્ડ કપ 2023 ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થશે. આ માટે તમામ ટીમો પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાની ટીમના ભારત પ્રવાસને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. હવે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ ચર્ચા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. સ્પષ્ટ થઈ ગયું છે કે પાકિસ્તાનની ટીમ આ શાનદાર મેચ રમવા માટે ભારત આવશે. આ પહેલા પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું હતું કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે અમારી ટીમ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા ભારત જશે કે કેમ અને તેનો નિર્ણય સરકાર લેશે. પરંતુ હવે બધું સ્પષ્ટ છે.
ICC Cricket World Cup 2023 : વર્લ્ડ કપ માટે ભારત આવશે પાકિસ્તાની ટીમ, સરકાર તરફથી લીલી ઝંડી - India Vs Pakistan
પાકિસ્તાન ટીમને ભારત દ્વારા યોજાનાર ICC મેન્સ ODI વર્લ્ડ કપ 2023 માટે સરકાર તરફથી લીલી ઝંડી મળી ગઇ છે. હવે પાકિસ્તાનની ટીમ 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપ માટે ભારતના પ્રવાસે આવશે.
વર્લ્ડ કપમાં ભાગ લેશે પાકિસ્તાન ટીમ : પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ નોટમાં પુષ્ટિ કરવામાં આવી છે કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમ હવે વર્લ્ડ કપ 2023 રમવા માટે ભારતનો પ્રવાસ કરશે. પાકિસ્તાન સરકાર દ્વારા રવિવારે આ પ્રેસ નોટ જારી કરવામાં આવી છે. તેમાં લખ્યું છે કે 'પાકિસ્તાને આગામી ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભાગ લેવા માટે તેની ક્રિકેટ ટીમને ભારત મોકલવાનો નિર્ણય કર્યો છે'. ANI એ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ પ્રેસ નોટ શેર કરીને આ વાટ વિશે માહિતી આપી છે. ક્રિકેટ ચાહકો માટે આ ખુશીના સમાચાર છે.
પાકિસ્તાન સરકારે આપી મંજૂરી : પાકિસ્તાન સરકારે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, રમત-ગમતને રાજકારણથી અલગ રાખવા માંગે છે. આ કારણે તેણે પોતાની ક્રિકેટ ટીમને ભારત દ્રારા આયોજિત થનારા વર્લ્ડ કપ 2023 માટે મંજૂરી આપી દીધી છે. 2016 બાદ પાકિસ્તનની ટીમ મોટી ટુર્નામેન્ટ માટે ભારત પ્રવાસે આવશે. ભારતે એશિયા કપ માટે પોતાની ટીમને પાકિસ્તાન આવવા દીધી નહોતી. જો કે તેનું કારણ એ છે કે, પાકિસ્તાનમાં સુરક્ષા વ્યવસ્થા સારી નથી. આથી ભારત સરકારે નિર્ણય કર્યો હતો કે, ભારતની ક્રિકેટ ટીમને નહીં મોકલવી.