ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાકના વડાપ્રધાન ઇમરાન ખાને મનમોહન સિંહને જલ્દી સ્વસ્થ થવાની મનોકામના પાઠવી - અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થા

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ટ્વિટ કરીને કોરોના સંક્રમિત ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની જલ્દી સ્વસ્થ થાય તે માટેની શુભકામના પાઠવી છે. સિંહ હાલમાં અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થા (એઈમ્સ) માં દાખલ છે.

પાકના વડાપ્રધાન ઇમરાન ખાને મનમોહન સિંહને જલ્દી સ્વસ્થ થવાની મનોકામના પાઠવી
પાકના વડાપ્રધાન ઇમરાન ખાને મનમોહન સિંહને જલ્દી સ્વસ્થ થવાની મનોકામના પાઠવી

By

Published : Apr 21, 2021, 12:07 PM IST

  • પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પણ હાલમાં જ કોરોના મુક્ત થયા
  • મનમોહન સિંહ જલ્દી કોરોનામાંથી બહાર આવે તેવી ઇમરાન ખાનની કામના
  • પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને હાલમાં દિલ્હીની એઈમ્સમાં દાખલ કરાયા

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ટ્વિટ કરીને કોરોના સંક્રમિત ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની જલ્દી સ્વસ્થ થાય તે માટેની શુભકામના પાઠવી છે. સિંહ હાલમાં અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થા (એઈમ્સ) માં દાખલ છે.

આ પણ વાંચો:પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ કોરોના સંક્રમિત, AIIMSમાં કરાયા દાખલ

દિલ્હી એઈમ્સમાં દાખલ કરાયા હતા

88 વર્ષીય મનમોહન સિંહને સોમવારે હળવા તાવ સાથે દિલ્હીની એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ વિભાગનો કોવિડ -19 કેન્દ્ર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ, પાકિસ્તાનના વડાપ્રધાન ખાને, કોરોના વાઇરસના સંક્રમણમાંથી સ્વસ્થ થતાં, ટ્વિટ કર્યું હતું કે, ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ જલ્દી કોરોનામાંથી બહાર આવે તેવી કામના કરૂ છું. પાક વડાપ્રધાન ઇમરાન ખાને મનમોહન સિંહ જલ્દી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચો:વડાપ્રધાન મોદીએ ઈમરાન ખાનને જલ્દીથી કોરોના મુક્ત થવાંની શુભેચ્છા પાઠવી

ABOUT THE AUTHOR

...view details