ઈસ્લામાબાદ:પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા સત્તા પરથી હટાવવામાં આવ્યા બાદ રવિવારે (New PM selected in Pakistan) વહેલી સવારે નેશનલ એસેમ્બલીની કાર્યવાહી સ્થગિત કરવામાં (Imran Khans government fell) આવી હતી. દેશના નવા વડાપ્રધાનની પસંદગી માટે ગૃહની આગામી બેઠક 11 એપ્રિલે બપોરે 2 વાગ્યે શરૂ થશે. નેશનલ એસેમ્બલીના આ મહત્વપૂર્ણ સત્રની અધ્યક્ષતા કરી રહેલા પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) ના અયાઝ સાદિકે જણાવ્યું હતું કે, નવા વડાપ્રધાનની ચૂંટણી માટે રવિવારે બપોરે 2 વાગ્યા સુધીમાં નામાંકન પત્રો દાખલ કરી શકાશે અને તેમની ચકાસણી બપોરે 3 વાગ્યા સુધી રહેશે.
આ પણ વાંચો:ઈમરાન ખાને ગુમાવ્યો વિશ્વાસ મત, પાકિસ્તાનના PM પદેથી હકાલપટ્ટી
રાષ્ટ્રીય એસેમ્બલીની બેઠક: સાદિકે સોમવારે સવારે 11 વાગ્યે ફરી એકવાર નેશનલ એસેમ્બલીની બેઠકની જાહેરાત (Pakistan National Assembly To Elect New PM) કરી અને કહ્યું કે, આ દરમિયાન નવા વડાપ્રધાનની પસંદગી કરવામાં આવશે. જો કે, બાદમાં પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીએ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર જણાવ્યું કે, ગૃહ બપોરે 2 વાગ્યે મળશે. નીચલા ગૃહે ટ્વિટ કર્યું, 'રાષ્ટ્રીય એસેમ્બલીની બેઠક સોમવાર 11મી એપ્રિલ 2022ના રોજ સવારે 11 વાગ્યાને બદલે બપોરે 2 વાગ્યે શરૂ થશે.'