- ભારત બાયોટેક જૂનથી બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરશે
- ડૉ. રાચેસ ઇલ્લાએ આપી માહિતી
- ત્રીજી લહેરમાં સૌથી વધુ અસરગ્રસ્ત બાળકો તેથી વેક્સિન આપવી જરૂરી
હૈદરાબાદ (તેલંગણા) : દેશમાં કોરોના ત્રીજા લહેરની આશંકા વચ્ચે હવે ભારત બાયોટેક જૂનથી બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવા જઈ રહ્યું છે. કંપનીને આ વર્ષના ત્રીજા ક્વાર્ટર સુધીમાં બાળકો માટે રસી લાઇસન્સ મળવાની અપેક્ષા છે. આ માહિતી ભારત બાયોટેકના બિઝનેસ ડેવલપમેન્ટ અને ઇન્ટરનેશનલ એડવોકેસીના વડા ડૉ. રાચેસ ઇલ્લાએ આપી છે.
કોવાક્સિનને વર્ષના ત્રીજા કે ચોથા ક્વાર્ટરમાં WHOની મંજૂરી મળશે
હૈદરાબાદમાં ફિક્કી લેડીઝ ઑર્ગેનાઇજેશન (FLO)ની બેઠકમાં ઓનલાઇન બોલતા ડૉ. રાચેસ ઇલાએ ખાતરી આપી છે કે, બાળકો માટે રસીનું લાઇસન્સ આ વર્ષની ત્રીજી લહેરમાં મળી શકે છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે, કોવાક્સિનને વર્ષના ત્રીજા કે ચોથા ક્વાર્ટરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની મંજૂરી પણ મળશે. આ દિશામાં ખૂબ જ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. કોરોનાની ત્રીજી લહેર વિશે ડૉક્ટરોએ ચેતવણી આપી છે કે, સૌથી વધુ અસરગ્રસ્ત બાળકો થશે. આવી સ્થિતિમાં બાળકોને રસી અપાવવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
વર્ષના અંત સુધીમાં અમારી ઉત્પાદન ક્ષમતામાં 700 મિલિયન ડોઝ સુધી વધારીશું
ડૉ. રાચેસના ઇલાએ જણાવ્યું કે, ખુશીની વાત છે કે, અમારી મહેનત રંગ લાવી અને અને રસી સારી રીતે કાર્યરત છે અને લોકોનું જીવન બચાવી રહી છે. જ્યારે આપણે રોજ કામ પરથી ઘરે પાછા જઈએ છીએ ત્યારે આપણને આ સારૂં લાગે છે. અમે ટૂંક સમયમાં આ વર્ષના અંત સુધીમાં અમારી ઉત્પાદન ક્ષમતામાં 700 મિલિયન ડોઝ સુધી વધારીશું.
રસી આપણા અને ICRM દ્વારા સહ-વિકસિત કરવામાં આવી
ડૉ. રાચેસ ઇલાએ જણાવ્યું કે, સરકારનો સંપૂર્ણ સમર્થન મળતા અમને આનંદ થાય છે. જેના કારણે આપણે આજે આ યાત્રામાં છીએ ત્યાં ઉભા રહી શક્યા છીએ. આ રસી આપણા અને ICRM દ્વારા સહ-વિકસિત કરવામાં આવી છે. સરકારે 1,500 કરોડની ખરીદીનો ઓર્ડર આપ્યો છે. આ આપણને જોખમ ઉઠાવાની ક્ષમતામાં વધારો કરે છે. તેથી જ અમે બેંગ્લોર અને ગુજરાતમાં અમારી કંપનીનું વિસ્તરણ કરી રહ્યા છીએ.