- શાસ્ત્રીય ગાયક પદ્મભૂષણ પંડિત રાજન મિશ્રાનું કોરોના સંક્રમણને કારણે નિધન
- સેન્ટ સ્ટીફન્સ હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર
- વર્ષ 2007માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા
નવી દિલ્હી : ભારતના પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પદ્મભૂષણ પંડિત રાજન મિશ્રાનું 70 વર્ષીની ઉંમરે રવિવારના રોજ કોરોના સંક્રમણને કારણે સેન્ટ સ્ટીફન્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. હૃદયની સમસ્યાને કારણે તેમને રવિવારના રોજ સેન્ટ સ્ટીફન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ડૉકટર્સના અથાગ પ્રયત્નો છતાં તેમનો જીવ બચાવી શકાયો ન હતો.
આ પણ વાંચો -હિમાચલ પ્રદેશના પ્રખ્યાત લેખક બદ્રિસિંહ ભાટિયાનું નિધન
બનારસના છે પંડિત રાજન મિશ્રા
પદ્મભૂષણ રાજન મિશ્રા ભારતના પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક હતા. તેમને બનારસના રહેવાસી હતા. વર્ષ 2007માં ભારત સરકાર દ્વારા તેમને કલાના ક્ષેત્રમાં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. દેશમાં જ નહીં, પરંતુ વિશ્વના ઘણા દેશોમાં પણ તેમને પોતાની કલાનું પ્રદર્શન કરી નામના મેળવી હતી. રાજન અને સાજણ મિશ્રા બન્ને ભાઈઓ હતા અને સાથે મળીને તેમની કલાનું પ્રદર્શન કરતા હતા.