નવી દિલ્હી: ભારત સરકારે પદ્મ પુરસ્કારો (Padma Awards 2022)ની જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 4 લોકોને પદ્મ વિભૂષણ (Padma Vibhushan 2022), 17 લોકોને પદ્મ ભૂષણ (Padma Bhushan 2022)અને 107 લોકોને પદ્મશ્રીથી સન્માનિતકરવામાં આવશે. અનેક લોકોને મરણોત્તર પદ્મ પુરસ્કાર (Posthumous Padma Awards 2022)આપવામાં આવનાર છે.
કલ્યાણ સિંહને પણ પદ્મ વિભૂષણ
ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવત (cds general bipin rawat)ને સિવિલ સર્વિસ સેક્ટરમાં મરણોત્તર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવશે. આ સિવાય રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહને પણ પદ્મ વિભૂષણ આપવામાં આવ્યો છે. પબ્લિક અફેર્સ કેટેગરીમાં પદ્મ વિભૂષણથી સન્માનિત કલ્યાણ સિંહ યુપીના મુખ્યપ્રધાન પણ રહી ચુક્યા છે.
આ પણ વાંચો:Republic Day 2022: પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન, દેશવાસીઓને કરી આ હાકલ