ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ખેડૂત આંદોલન નેતા રાકેશ ટિકૈત આપશે તેણંગાણાના ખેડૂતોનો સાથ, કેન્દ્ર સરકાર સામે કરશે ઘરણા - સીએમ કેસીઆર અને અન્ય લોકો ભાગ લેશે

સીએમ કેસીઆર ડાંગરની ખરીદી પર કેન્દ્ર સામેની લડાઈને(Fight against the Center over the purchase of paddy) વધુ તીવ્ર બનાવવાની યોજના બનાવી રહ્યા છે. આ લડતમાં ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈત પણ જોડાયા(Farmer movement leader Rakesh Tikait also joined) હતા. તેમજ મહત્વની બાબત એ પણ છે કે, મુખ્યપ્રધાનની દિકરી પણ ખેડૂતોને અન્યાય ન થાય તેના માટે આ લડતમાં જોડાઇ છે.

ખેડૂત આંદોલન નેતા રાકેશ ટિકૈત આપશે તેણંગાણાના ખેડૂતોનો સાથ, કેન્દ્ર સરકાર સામે કરશે ઘરણા
ખેડૂત આંદોલન નેતા રાકેશ ટિકૈત આપશે તેણંગાણાના ખેડૂતોનો સાથ, કેન્દ્ર સરકાર સામે કરશે ઘરણા

By

Published : Apr 11, 2022, 3:40 PM IST

નવી દિલ્હી : ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત સોમવારે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (Telangana Rashtra Samithi ) દ્વારા તેલંગણા ભવન ખાતે અનાજની પ્રાપ્તિની કથિત "ભેદભાવપૂર્ણ નીતિ" સામે ચાલી રહેલા વિરોધમાં જોડાયા(Rakesh Tikait joined ongoing protest) હતા. તેલંગાણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ વિરોધનું નેતૃત્વ કરી રહ્યા છે, અને તેમની સાથે TRS નેતાઓ પણ જોડાયા છે.

ખેડૂત આંદોલન નેતા રાકેશ ટિકૈત આપશે તેણંગાણાના ખેડૂતોનો સાથ, કેન્દ્ર સરકાર સામે કરશે ઘરણા

આ પણ વાંચો -RAKESH TIKAIT EXCLUSIVE INTERVIEW: ખેડૂતોનું આંદોલન તરત પાછું નહીં ખેંચાય

ખેડૂતોનો સાથ આપશે ટિકૈત -તેલંગાણાના મુખ્યપ્રધાનની પુત્રી TRS એમએલસી કે કવિતા, કેન્દ્રને પાકની ખરીદી કરવા વિનંતી કરી અને દેશ માટે એક સામાન્ય ખરીદી નીતિની માંગ કરી રહી છે. તેને જણાવ્યું હતું કે, "અમારા ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળી રહ્યા. અમે કેન્દ્ર સરકારને અમારા રાજ્યમાંથી ડાંગરની ખરીદી કરવા વિનંતી કરીએ છીએ. અમે સામાન્ય ખરીદી નીતિની માંગ કરીએ છીએ".

આ પણ વાંચો - Rakesh Tikait on Return Home: ખેડૂતો 13 મહિના પછી ઘરે જશે, છતાં રાકેશ ટિકૈત માત્ર 13 કલાક જ ઘરે રહેશે

મુખ્યપ્રધાનની દિકરી પણ મેદાને -કવિતાએ વધુમાં જણાવ્યું હતું કે, રાકેશ ટિકૈતે અગાઉ પણ કૃષિ મુદ્દાઓ પર સીએમ કે ચંદ્રશેખર રાવ સાથે વાત કરી છે અને તેઓ અમને સમર્થન આપવા માટે અહીં આવ્યા છે," "કેન્દ્રની નીતિ તેલંગાણાના ખેડૂતો પ્રત્યે ભેદભાવપૂર્ણ છે". તાજેતરમાં, TRS કાર્યકરોએ દેશમાં "સમાન" પ્રાપ્તિ નીતિની તેમની માંગને દબાવવા માટે તેલંગાણામાં ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગોને અવરોધિત કર્યા હતા. પાર્ટીએ આ મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ઉઠાવવા માટે દિલ્હીમાં વિરોધ કરવાનો નિર્ણય કર્યો. અગાઉ રવિવારે, મીડિયાને સંબોધતા, કવિતાએ કહ્યું હતું કે જો કેન્દ્ર દ્વારા 'યુનિફોર્મ પ્રોક્યોરમેન્ટ' નીતિ નહીં હોય તો દેશની ખાદ્ય સુરક્ષા જોખમમાં મૂકાશે.

ABOUT THE AUTHOR

...view details