- દેશભરમાં ઓક્સિજન પહોંચાડવા 50 આઈસોલેશન કોચ તૈયાર કરાયા
- ટ્રેનના દરેક કોચમાં 2 ઓક્સિજન સિલિન્ડર હશે
- સોમવારથી ઓક્સિજન લાવવા ખાલી ટેન્કર મોકલવામાં આવશે
- ઉત્તરાખંડના ત્રણ અને વિશાખાપટ્ટનમ ટેન્કર મોકલવામાં આવશે
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ વધતા ઓક્સિજનની પણ અછત ઊભી થઈ છે. કોરોના સંકટ વચ્ચે રેલવે અધિકારી તરફથી મળતી માહિતી અનુસાર, વિશાખાપટ્ટનમ, જમશેદપુર, રાઉરકેલા, બોકારોથી ઓક્સિજન લાવવા માટે સોમવારથી ખાલી ટેન્કર મહારાષ્ટ્રથી રવાના કરવામાં આવશે. રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે, રેલવે તંત્રએ 'ઓક્સિજન એક્સપ્રેસ' ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ આગામી થોડા દિવસોમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન સિલિન્ડરનું પરિવહન કરશે.
આ પણ વાંચોઃરાજકોટમાં દર્દીઓ રિક્ષામાં ઓક્સિજન બાટલા સાથે સિવિલ હોસ્પિટલ બહાર જોવા મળ્યા, એમ્બ્યુલન્સની લાગી લાંબી કતારો
દિલ્હીના શકુર બસ્તી રેલવે સ્ટેશન પર 50 આઈસોલેશન કોચ છે, જેમાં દરેક કોચમાં 2 ઓક્સિજન સિલિન્ડર છે
રેલવે અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સરકારે લિક્વિડ મેડિકલ ઓક્સિજન ટેન્કર લઈ જવાની સંભાવનાને જાણવા માટે રેલવેનો સંપર્ક કર્યો છે. આ ઉપરાંત ઉત્તર રેલવેએ દિલ્હીના શકુર બસ્તી રેલવે સ્ટેશન પર 50 આઈસોલેશન કોચ કે જેમાં પ્રત્યેકમાં 2 ઓક્સિજન સિલિન્ડર છે. તેને તહેનાત કર્યું છે. આ રીતે 25 કોચને આનંદ વિહારમાં રાખવામાં આવશે.
આ પણ વાંચોઃઅલંગમાં ઓક્સિજનનો જથ્થો પૂરતો નહીં મળતા કામગીરી ઠપ્પ
રેલવે પાસે 462 કોવિડ-19 આઈસોલેશન કોચ તૈયાર છે
આ અંગે માહિતી આપતા ઉત્તર રેલવેના જનરલ મેનેજર આશુતોષ ગંગલે કહ્યું હતું કે, રેલવે પાસે 462 કોવિડ-19 આઈસોલેશન કોચ તૈયાર છે, જે રાજ્યોની માગ પર ઉપલબ્ધ હશે. તેમણે કહ્યું કે, આઈસોલેશન કોચ માટે રાજ્યો પાસેથી કોઈ શુલ્ક લેવામાં નહીં આવે. આરોગ્ય મંત્રાલયના દિશા-નિર્દેશમાં શુલ્ક વસૂલવાની કોઈ જોગવાઈ નથી. ઉત્તર રેલવેએ જણાવ્યું હતું કે, દરેક આઈસોલેશન કોચમાં 2 ઓક્સિજન સિલિન્ડર હશે. આ માટે ઓક્સિજન સિલિન્ડર ખરીદવામાં આવ્યા છે, પરંતુ વધારે ઓક્સિજન સિલિન્ડરની જરૂરિયાત હોય તો રાજ્ય સરકારે આની વ્યવસ્થા કરવી પડશે.