ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રિલાયન્સ રિફાઇનરીથી ઇન્દોર આવેલા ઑક્સિજન ટેન્કરની ભાજપ સાંસદે કરી પૂજા - સાંસદ શંકર લાલવાણી

ગુજરાતની રિલાયન્સ રિફાઇનરીમાંથી ઑક્સિજનની પહેલી ખેપ મારીને મોડી રાત્રે ટેન્કર ઈન્દોર પહોંચ્યાં હતા. પ્રભારી મંત્રી, સાંસદ શંકર લાલવાણી અને કલેક્ટરે પુજા-પાઠ કરી સ્વાગત કર્યું હતું.

રિલાયન્સ રિફાઇનરીથી ઇન્દોર આવેલા ઑક્સિજન ટેન્કરની ભાજપ સાંસદે કરી પૂજા
રિલાયન્સ રિફાઇનરીથી ઇન્દોર આવેલા ઑક્સિજન ટેન્કરની ભાજપ સાંસદે કરી પૂજા

By

Published : Apr 19, 2021, 9:51 AM IST

Updated : Apr 19, 2021, 2:22 PM IST

  • રિલાયન્સ રિફાઇનરીમાંથી પ્રથમ ઑક્સિજન ભરેલું ટેન્કર આવ્યું
  • રિલાયન્સ રિફાઇનરી દરરોજ 60 ટન ઑક્સિજન ઈન્દોર મોકલશે
  • ઇન્દોરમાં નવો ઑક્સિજન પ્લાન્ટ બનાવવાની પણ તૈયારી

ઇન્દોર(મધ્ય પ્રદેશ): દેશભરમાં કોરોના દર્દીઓ માટે ઑક્સિજનના અભાવને લઈને હોબાળો મચ્યો છે. આ દરમિયાન, રિલાયન્સ રિફાઇનરી ગુજરાતમાંથી પ્રથમ ઑક્સિજન ભરેલું ટેન્કર મોડી રાત્રે ઇન્દોર પહોંચ્યું હતું. ટેન્કર પહોંચતા જ પ્રભારી મંત્રી, સાંસદ અને કલેક્ટરે પૂજા કરી સ્વાગત કર્યું હતું. ભાજપના મહામંત્રી કૈલાસ વિજયવર્ગીયાની પહેલ પર ગુજરાતના જામનગરની રિલાયન્સ રિફાઇનરી દરરોજ 60 ટન ઑક્સિજન ઈન્દોર મોકલશે, તેની પ્રથમ ખેપ મોડીરાત્રે ઇન્દોર પહોંચી હતી.

આ પણ વાચો:મુકેશ અંબાણી મહારાષ્ટ્રમાં 100 ટન ઓક્સિજન વિનામૂલ્યે આપશે

30 ટન ઓક્સિજન ઇન્દોર પહોંચ્યો

ઇન્દોરમાં ઑક્સિજનની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને, ગુજરાતના જામનગરથી 30 ટન ઑક્સિજન ભરેલું ટેન્કર ઇન્દોર પહોંચ્યું હતું. હાલમાં, આ ઑક્સિજન BRJના કુમેડી પ્લાન્ટમાં સિલિન્ડરમાં ભરીને હોસ્પિટલોમાં મોકલવામાં આવશે. ઑક્સિજનની પહેલી સપ્લાય શરૂ થયા બાદ હવે ઑક્સિજન ટેન્કર નિયમિતપણે ઇન્દોર પહોંચાડવામાં આવશે.

મધ્યપ્રદેશમાં ઑક્સિજનની ઘટ થવા દેવામાં નહીં આવે: પ્રધાન વિશ્વાસ સારંગ

ઇન્દોરમાં નવો ઑક્સિજન પ્લાન્ટ બનાવવાની પણ તૈયારી ચાલી રહી છે. જેની સાથે જાહેર ભંડોળ ઉભું કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, શહેરની તમામ હોસ્પિટલોમાં ઑક્સિજન કન્સન્ટ્રેટર મશીનો પણ આપવામાં આવી રહ્યા છે. ઈંદોરમાં ભીલામાંથી પણ ઑક્સિજનની સપ્લાય કરવામાં આવી રહી છે. પીઠમપુર અને અન્ય ઉદ્યોગોમાં સ્થાનિક સ્તરે ઑક્સિજનના ઉત્પાદનમાં પણ 3 ગણો વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાચો:રિલાયન્સ રિફાઇનરી ખાતેથી મહારાષ્ટ્રને 100 મેટ્રિક ટન ઓક્સિજન મોકલવામાં આવે તેવી શક્યતા

કંપની આ ઓક્સિજન વિનામૂલ્યે પ્રદાન કરી રહી છે

આ ઓક્સિજન વૈશ્વિક રોગચાળા કોવિડ -19ના દર્દીઓને આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર જામનગર રિફાઇનરીમાંથી 100 ટન ઓક્સિજન સપ્લાય કરવામાં આવી રહ્યો છે. માનવીય જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવતી કંપની આ ઓક્સિજન વિનામૂલ્યે પ્રદાન કરી રહી છે. દરમિયાન, મહારાષ્ટ્રના શહેરી વિકાસ પ્રધાન એકનાથ શિંદેએ પણ પુષ્ટિ આપી છે કે રિલાયન્સ પાસેથી રાજ્યને 100 ટન ઓક્સિજન મળ્યું છે.

ઓક્સિજન જામનગરથી મહારાષ્ટ્રમાં લઇ જવાશે?

મહારાષ્ટ્ર સરકારે ઓક્સિજન સપ્લાય કરતા વાહનોને કોઈપણ પ્રકારની અડચણો ઉભી ન થાય નહીં એ માટેના આદેશો પણ આપ્યા હોવાના મીડિયા અહેવાલ છે. જામનગર રિફાઇનરીમાં લાર્જ એર સેપરેશન યુનિટ છે. એવું માનવામાં આવે છે કે રિલાયન્સની રિફાઇનરીમાં મોટાપાયે ઓક્સિજનનું ઉત્પાદન થાય છે. કારણ રિલાયન્સની પેટ્રોલિયમ રિફાઇનરીમાં મોટાપાયે ઓક્સિજનની જરૂર રહેતી હોય છે. મુંબઈ અને થાણેમાં ઓક્સિજનની અછત ઉભી થઇ છે. આમ પણ અંબાણી પરિવાર મુંબઈમાં નિવાસ કરે છે અને કોકિલાબહેન હોસ્પિટલ પણ મુંબઈમાં કરોનાકાળમાં સારી કામગીરી કરી રહી છે. જો કે સમગ્ર મામલે રિલાયન્સના જામનગર સ્થિત અધિકારીઓ અજાણ હોવાની વાત બહાર આવી છે.

આ પણ વાચો: ઓક્સિજન સિલિન્ડરથી ભરેલા ટ્રકો હજી માર્ગમાં છે

અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, ઓક્સિજન સિલિન્ડરથી ભરેલા ટ્રકો હજી માર્ગમાં છે. જોકે, અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ટ્રકોની અવરજવર બંધ થતાં જામનગરમાં ટ્રક અટવાઇ હતી. નોંધનીય છે કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું હતું કે, રાજ્યમાં ઓક્સિજનની વિશાળ અછત છે. ઓઇલ રિફાઇનરી નાઇટ્રોજનના ઉત્પાદન માટે તેના હવા-વિભાજન પ્લાન્ટમાં ઔદ્યોગિક ઓક્સિજન પણ બનાવે છે. આ ઓક્સિજન તબીબી ઉપયોગ માટે 99.9% શુદ્ધતા ઓક્સિજન બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુઓને દૂર કરી શકે છે.

Last Updated : Apr 19, 2021, 2:22 PM IST

ABOUT THE AUTHOR

...view details