- ઓક્સિજન સપ્લાય બંધ થતાં 6 કોરોનાના દર્દીઓના મોત
- કોરોના વોર્ડમાં દાખલ દર્દીઓ અને તેમના પરિવારજનોમાં હોબાળો મચી ગયો
- હોસ્પિટલના તમામ સ્થળોએ ઓક્સિજન સિલિન્ડરોનો સપ્લાય બંધ
છતરપુર (મધ્યપ્રદેશ) :મધ્યપ્રદેશના છતરપુર જિલ્લા હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય બંધ થતાં કોરોનાના 6 દર્દીઓના મોત થયા હતા. શુક્રવારે મોડી રાત્રે બપોરે 12 વાગ્યે હોસ્પિટલમાં ઓક્સિજનનો પૂરવઠો બંધ કરવામાં આવ્યો હતો. જેના કારણે કોરોના વોર્ડમાં દાખલ દર્દીઓ અને તેમના પરિવારજનોમાં હોબાળો મચી ગયો હતો. કોરોના વોર્ડની બહાર પરિવારના સભ્યોમાં હાહાકાર મચી ગયો હતો. દર્દીઓના પરિવારજનોએ બૂમાબૂમ કરી દીધી હતી. હોસ્પિટલની અંદરના કોરોના વોર્ડમાંથી હોસ્પિટલના તમામ સ્થળોએ ઓક્સિજન સિલિન્ડરોનો સપ્લાય બંધ થઈ ગયો છે.
દર્દીઓના પરિવારજન સતત ઓક્સિજનની માંગણી કરી રહ્યા
શુક્રવારે મોડીરાત્રે બપોરે 12 વાગ્યે જિલ્લા હોસ્પિટલમાં ઓક્સિજનનો પૂવઠો બંધ થયો હતો. કોરોનામાં દાખલ દર્દીઓ અને તેમના પરિવારો જિલ્લા હોસ્પિટલ મેનેજમેન્ટ પાસેથી સતત ઓક્સિજન સપ્લાય અને ઓક્સિજન સિલિન્ડરોની માંગણી કરી રહ્યા હતા. પરંતુ જિલ્લા હોસ્પિટલ મેનેજમેન્ટ ન તો ઓક્સિજન પૂરો પાડી શક્યો ન કોઈ જવાબદાર અધિકારી ફોન ઉપાડતા હતા.
આ પણ વાંચો : પ્રાણવાયુનો પ્રાણ પ્રશ્ન: દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં આખરે ઓક્સિજન પહોંચ્યું