- જાણો દિલ્હીની કઈ કઈ હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત
- દિલ્હીને ભરખી રહ્યું છે કોરોના
- ફક્ત 2 કલાક ચાલે તેટલો ઓક્સિજન
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણ કાબૂમાં લેવાના તમામ પ્રયાસો નિષ્ફળ જણાઈ રહ્યા છે. કોરોના થી દિલ્હીમાં હજારોની સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે અને મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. ઓક્સિજન ની ભયંકર અછતના પગલે દિલ્હીમાં હાલ આ સમયે અનેક દર્દીઓની હાલત નાજુક છે અને જો આ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ ન આવી તો હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.
સિટી હોસ્પિટલ
હોસ્પિટલના ડાયરેક્ટરના જણાવ્યા મુજબ ફક્ત 2 કલાક ચાલે તેટલો જ ઓક્સિજન છે. 70 થી વધુ દર્દીઓ હાલમાં દાખલ છે. આ અંગે સ્થાનિક તંત્ર અને દિલ્હી સરકારનું સતત ધ્યાન દોરવામાં આવ્યું છે ત્યારબાદ શનિવારે 7 ટન ઓક્સિજનની સપ્લાય કરવામાં આવ્યો હતો.
વિમ્હંસ હોસ્પિટલ
વિમ્હંસ હોસ્પિટલના CEO તરફથી સોશીયલ મીડિયા પર લોકોને મદદ માંગવામાં આવી રહી છે. 1 મે થી હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાયની જવાબદારી LINDEને આપવામાં આવી છે. જ્યારે પહેલા INOX તરફથી ઓક્સિજન સપ્લાય કરવામાં આવી રહ્યો હતો.હોસ્પિટલમાં દાખલ 94 દર્દીઓમાં થી 40 દર્દીઓ વેન્ટિલેટ પર છે જ્યારે 41 સપોર્ટ સિસ્ટમ પર છે. આમ કુલ 135 જેટલા દર્દીઓ ના જીવ બચાવવા માટે ઓક્સિજનની જરૂર છે.