- રાજ્યમાં મેડિકલ ઓક્સિજનની અછત અંગે પાડોશી રાજ્યોથી સંપર્ક કર્યો હતો
- મહારાષ્ટ્રે મેડિકલ ઓક્સિજનનો બગાડ અટકાવવો પડશે
- કોરોનાના દર્દીઓ અને શ્વાસ સંબંધી અન્ય રોગની સારવાર માટે મેડિકલ ગ્રેડ ઓક્સિજનનો ઉપયોગ કરાય છે
આ પણ વાંચોઃવડનગરમાં 2 કરોડના ખર્ચે 1,500 કિલો ઓક્સિજન ઉત્પન્ન કરતો પ્લાન્ટ કરાયો શરૂ
મુંબઈઃ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ બુધવારે કહ્યું હતું કે, રાજ્યમાં મેડિકલ ઓક્સિજનની અછત અંગે પાડોશી રાજ્યોથી સંપર્ક કર્યો હતો, પંરતુ ત્યાં પણ ઓક્સિજનની માગના કારણે તેમણે ઓક્સિજન આપવાનો ઈનકાર કરી દીધો છે. મહારાષ્ટ્રે મેડિકલ ઓક્સિજનનો બગાડ અટકાવવો પડશે. કારણ કે, આ સમયે ઓક્સિજનની માગ વધુ છે. કોવિડ-19ના દર્દીઓ અને શ્વાસ સંબંધી અન્ય રોગની સારવાર માટે મેડિકલ ગ્રેડ ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવે છે.