- ઓક્સફર્ડ યુનિવર્સિટી (Oxford University)એ કોરોના અંગે કર્યું એક સંશોધન
- યુનિવર્સિટીએ કોરોનાની સંભવિત સારવારમાં પરજીવી દવા ઈવરમેક્ટિન (The drug ivermectin)નો ઉપયોગ કરવા પર પરિક્ષણ કર્યું
- દવા ઝડપથી વાઈરલ લોડ અને સામાન્ય કોવિડ-19ના દર્દીઓમાં લક્ષણોમાં ઘટાડો થશેઃ યુનિવર્સિટી
નવી દિલ્હીઃ ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કોરોનાની સંભવિત સારવારમાં પરજીવી દવા ઈવરમેક્ટિન (The drug ivermectin)નો ઉપયોગ કરવા પર પરિક્ષણ કર્યું હતું. ઓક્સફર્ડ યુનિવર્સિટી (Oxford University)એ કહ્યું હતું કે, સંશોધનોમાં જાણવા મળ્યું કે, ઈવરમેક્ટિન (Ivermectin)થી વાઈરસ પ્રતિકૃતિમાં ઘટાડો થયો છે. યુનિવર્સિટીએ કહ્યું હતું કે, દવા ઝડપથી વાઈરલ લોડ અને સામાન્ય કોવિડ-19ના દર્દીઓમાં લક્ષણોમાં ઘટાડો થશે.
આ પણ વાંચો-કોરોનાને લઈને એક નવા રીસર્ચમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો
બ્રિટિશ સંશોધનમાં જાણવા મળ્યું કે, એન્ટિબાયોટિક્સ એઝિથ્રોમાઈસિન અને ડોક્સીસાઈક્લિન સામાન્ય રીતે પ્રારંભિક તબક્કાના કોરોના સામે બિનઅસરકારક હતા. જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.O) અને યુરોપીય અને અમેરિકી નિયામકોએ કોરોનાના દર્દીઓમાં આ ઈવરમેક્ટિનના ઉપયોગ સામે ભલામણ કરી છે. તેના ઉપયોગ ભારત સહિત કેટલાક દેશોમાં બીમારીની સારવાર માટે કરવામાં આવી રહ્યો છે.