- કૂતરાંઓના વ્યવહાર અંગે રસપ્રદ અભ્યાસ
- માલિકોના વ્યવહારની કૂતરાંના વર્તન પરની અસર ચકાસાઈ
- માલિકોની પ્રતિક્રિયાના આધારે કૂતરાં નક્કી કરે છે પોતાનું વર્તન
યુકે: માલિકોના વ્યક્તિત્વની કૂતરાંઓ પરની અસરો વિશેના સંશોધનમાં જાણવા મળ્યું છે, કે જો કૂતરાંના માલિકો બહિર્મુખ અને ખુલ્લા મનવાળા હોય તો કૂતરાંના વર્તનની કેટલીક સમસ્યાઓ તાલીમ આપીને સુધારી શકાય તેવી સંભાવનાઓ હોય છે. માલિકમાં અંતર્મુખતા હોય કે સાંકડા વિચારો ધરાવતાં હોય તો તેવા લક્ષણો કૂતરાના હુમલો અને ડરની લાગણી સાથેના વર્તનમાં કેટલાક ફેરફારો સાથે સંકળાઇ જાય છે.
કૂતરાંઓનું વર્તન સુધારવામાં મળશે મદદ
યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા સ્કૂલ ઓફ વેટરનરી મેડિસિનમાં કામ કરતાં લોરેન પોવેલ કહે છે કે આ જાણકારીથી વેટરનરી સાથે સંકળાયેલા લોકોને કૂતરાં અને માલિકની એવી જોડી ઓળખવામાં સરળતા થશે જેમને ટ્રેનિંગના સમયે વધુ મદદની જરુર પડી શકે છે. 6 મહિનાના સમયગાળામાં પોવેલ અને તેમના સાથીદારોએ 131 કૂતરાંઓ અને તેમના માલિકો સાથે અભ્યાસ તાલીમ લીધી અને જાણ્યું કે કૂતરામાં આક્રમકતા સહિતની વિવિધ સમસ્યાઓ હોય છે. પોવેલની ટીમે કૂતરાંના માલિકોનું વ્યક્તિત્વ પરીક્ષણ પણ કર્યું હતું. સાથે જ માલિકોએ પણ તેમના કૂતરાંઓ વિશે માહિતી આપી હતી.
આ પણ વાંચોઃ સ્માર્ટ સિટી અમદાવાદમાં રખડતા કૂતરાંઓનો આતંક: જાન્યુઆરીથી મેમાં 27,620 લોકોને કરડ્યાં