- AIMIM નું ટ્વિટર એકાઉન્ટ કરાયું હેક
- એલન મસ્કનો ફોટો અને નામ રાખવામાં આવ્યું
- એલન મસ્ક વિશ્વના બીજા નંબરનો સૌથી ધનીક વ્યક્તિ
હૈદરાબાદ:અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદ-ઉલ મુસલીમિન (AIMIM) નું ટ્વિટર એકાઉન્ટ રવિવારે હેક થઈ ગયું હતું. એટલું જ નહીં ટ્વીટર ડીપી પર એલન મસ્કનો ફોટો પણ લગાવી દીધો હતો. એલન મસ્ક વિશ્વના બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ છે. તેઓ સ્પેસએક્સ અને ટેસ્લા જેવી કંપનીઓના માલિક છે.
AIMIMની 100 બેઠકો માટે ચૂંટણીનું એલાન
હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ ટ્વીટ કરીને જાહેરાત કરી કે, તેમની પાર્ટી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડશે. ઓવૈસીએ ટ્વિટ કર્યું હતું કે, ઉત્તર પ્રદેશ વિધાનસભાના સંબંધમાં, અમે 100 બેઠકો પર અમારા ઉમેદવારો ઉભા કરવાનો નિર્ણય લીધો છે. પાર્ટીએ ઉમેદવારોને સૂચિબદ્ધ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને અમે ઉમેદવાર આવેદનપત્ર પણ બહાર પાડ્યું છે.