લખનૌઃ યુપીની વિધાનસભા ચૂંટણીમાં એક તરફ ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક (UP Assembly Election 2022) જીત નોંધાવી છે. તો સમાજવાદી પાર્ટી પણ 2017ની વિધાનસભા ચૂંટણીમાં મેળવેલી સીટો કરતાં વધુ સીટો મેળવવામાં (OWAISI PARTY GOT LESS VOTES IN UP ELECTIONS) સફળ રહી છે. પરંતુ આ વખતે યુપી વિધાનસભા ચૂંટણીમાં હૈદરાબાદના સાંસદ અને નાની પાર્ટીઓ સાથે મેદાનમાં ઉતરેલા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી કોઈ ચમત્કાર કરી શક્યા નથી.
આ પણ વાંચો:Surat Holi Song Celebration : સુરતમાં યોગી 'આદિત્યનાથ આયો રે ગીત...'એ ધૂમ મચાવી
ઓવૈસીએ યુપીમાં 99 સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા
વિધાનસભા ચૂંટણીમાં ઓવૈસી આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ સાથે મેદાનમાં ઉતર્યા હતા. આ ગઠબંધનમાં બસપા સરકારમાં મંત્રી રહી ચૂકેલા બાબુ સિંહ કુશવાહાની જન અધિકાર પાર્ટી અને વામન મેશ્રામની ભારત મુક્તિ મોરચા સામેલ હતી. ઓવૈસીએ યુપીમાં 99 વિધાનસભા સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ એક પણ સીટ જીતવામાં સફળતા મેળવી શક્યા ન હતા.