ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'મને અલ્લાહનો ડર છે, મોદી અને યોગીનો નહીં' ગુજરાતમાં રેલીને સંબોધતા અસદુદ્દીન ઓવૈસીનો હુંકાર - અસદુદ્દીન ઓવૈસીએ વડગામના મઝદર ખાતે સભાને સંબોધિત

ઓવૈસીએ કહ્યુ કે, ભાજપ (Owaisi Slams Bjp in Gujarat) હિન્દુઓને મુસ્લિમો સામે ભડકાવે છે. હિજાબ એ મુસ્લિમોનો બંધારણીય અધિકાર છે અને તે અધિકાર કોઈ છીનવી શકે નહીં. ઓવૈસીએ જાહેરમાં કહ્યું કે, મને અલ્લાહથી ડર છે, મોદી અને યોગીથી નહીં. મસ્જિદ મુદ્દે બોલતી વખતે કહ્યુ હતુ કે, જ્ઞાનવાપી મસ્જિદ જ છે અને રહેશે, મુસ્લિમ ક્યારેય મસ્જિદ ગુમાવશે નહીં.

'મને અલ્લાહનો ડર છે, મોદી અને યોગીનો નહીં' ગુજરાતમાં રેલીને સંબોધતા અસદુદ્દીન ઓવૈસીનો હુંકાર
'મને અલ્લાહનો ડર છે, મોદી અને યોગીનો નહીં' ગુજરાતમાં રેલીને સંબોધતા અસદુદ્દીન ઓવૈસીનો હુંકાર

By

Published : May 16, 2022, 5:11 PM IST

Updated : May 16, 2022, 5:23 PM IST

પાટણ:AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ વડગામના મઝદર ખાતે સભાને સંબોધિત (Owaisi Vadgam Visit) કરી હતી. ઓવૈસીએ જાહેરમાં કહ્યું કે, મને અલ્લાહથી ડર છે, મોદી અને યોગીથી નહીં. વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા વડગામ બેઠક પર ચૂંટણી સભા યોજીને ઓવૈસીના ઉમેદવારને જીતાડવાની અપીલ કરી હતી.

આ પણ વાંચો:નેપાળમાં ગૌતમ બુદ્ધના જન્મસ્થળની મુલાકાતે PM મોદી, દેઉબા સાથે કરી આ ખાસ વાતચીત

હિજાબ પર ઉઠાવ્યા સવાલ : ગુજરાતની મુલાકાતે આવેલા અને વડગામના મજાદરમાં હાજર રહેલા ઓવૈસીએ હિજાબને લઈને સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા.

ઓવૈસીએ સવાલ કરતા કહ્યુ કે, ભાજપ (Owaisi Slams Bjp in Gujarat) હિન્દુઓને મુસ્લિમો સામે ભડકાવે છે. હિજાબ (Owaisi on hijab) એ મુસ્લિમોનો બંધારણીય અધિકાર છે અને તે અધિકાર કોઈ છીનવી શકે નહીં. ઓવૈસીએ જાહેરમાં કહ્યું કે, મને અલ્લાહથી ડર છે, મોદી અને યોગીથી નહીં. મસ્જિદ મુદ્દે બોલતી વખતે કહ્યુ હતુ કે, જ્ઞાનવાપી મસ્જિદ જ છે અને રહેશે, મુસ્લિમ ક્યારેય મસ્જિદ ગુમાવશે નહીં.

આ પણ વાંચો:શું થયુ છે ભારતીયોને? હવે જાતિના આધારે પીરસાયુ ભોજન, લાઉડ સ્પીકર દ્વારા જાહેરાત પણ

તેમણે મસ્જિદ પર કોંગ્રેસના મૌનને લઈને નિશાન સાધ્યું છે. જ્યારે કોંગ્રેસે દિલ્હીમાં દુકાનો તોડવા પર ભાજપ-આપના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા, તો ભાજપે હિંમતનગર અને ભરૂચમાં ગોડાઉનો તોડી પાડ્યા તેનુ શું. જો કે, બેઠકમાં કોંગ્રેસે છેલ્લી વખત ગુજરાતમાં સરકાર બનાવવા અંગે પણ કોંગ્રેસને સવાલો કર્યા હતા. ઓવૈસીએ પોતાની પાર્ટી અને ઉમેદવારને વડગામ વિધાનસભા જીતવા માટે અપીલ કરી હતી.

Last Updated : May 16, 2022, 5:23 PM IST

ABOUT THE AUTHOR

...view details