નાગાંવ (આસામ):શુક્રવારે આસામમાં પૂરની સ્થિતિમાં થોડો સુધારો થયો (flood condition improves in Assam) હતો, પરંતુ નાગાંવ, હોજાઈ, કચર અને દરરંગ જિલ્લામાં સ્થિતિ ગંભીર રહી હતી. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, રાજ્યના 29 જિલ્લાઓમાં લગભગ 7.12 લાખ લોકો પૂરની ઝપેટમાં (death of children in Assam) છે. આ સાથે રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક વધીને 14 થઈ ગયો છે. ઓથોરિટીએ કહ્યું છે કે, પૂરના કારણે રાજ્યમાં એક લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. બજલી, બક્સા, બરપેટા, વિશ્વનાથ, બોંગાઈગાંવ, કચર, દારંગ, ધેમાજી, ધુબરી, ડિબ્રુગઢ, દિમા હસાઓ, ગોલપારા, હૈલાકાંડી, હોજાઈ, કામરૂપ, કામરૂપ મેટ્રોપોલિટન, કાર્બી આંગલોંગ વેસ્ટ, કરીમગંજ, કોકરાઝાર, લખીમપુર, માજુલીગાંવ, નાજુલી નલબારી, સોનિતપુર અને ઉદલગુરી જિલ્લા પૂરથી પ્રભાવિત છે.
આ પણ વાંચો:DUના પ્રોફેસરને શિવલિંગ પર વાંધાજનક પોસ્ટ કરવી પડી ભારે