દિલ્હી:ધ લેન્સેટ રિજનલ હેલ્થ જર્નલે ખુલાસો કર્યો છે કે, હાઈ બ્લડ પ્રેશરથી પીડિત 75 ટકા ભારતીયોનું બીપી નિયંત્રણમાં નથી. તે બોસ્ટન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ અને દિલ્હીમાં નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના સંશોધકો દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું. 2001-2020 વચ્ચે હાઈ બ્લડ પ્રેશર પર હાથ ધરાયેલા 51 અભ્યાસોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેમાં 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 13.90 લાખ લોકોના સ્વાસ્થ્યની વિગતોનો સમાવેશ થાય છે.
ધ લેન્સેટનો અહેવાલ, ભારતીયોમાં હાઈ બ્લડ પ્રેશર કાબૂ બહાર થઈ રહ્યું છે
લેન્સેટના અહેવાલમાં (Lancet study) જણાવાયું છે કે, ભારતમાં 75 ટકાથી વધુ બીપી દર્દીઓ અનિયંત્રિત બ્લડ (high blood pressure) પ્રેશર ધરાવે છે. લગભગ 13 લાખ બી.પી.ના દર્દીઓના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, તેમાંથી અડધા લોકો પણ તેમના બીપી નિયંત્રણ વિશે જાણતા નથી.
24.2% દર્દીઓમાં જ બ્લડ પ્રેશર નિયંત્રણમાં છે:સંશોધકોએ શોધી કાઢ્યું કે, બ્લડ પ્રેશર કંટ્રોલનો દર, જે શરૂઆતમાં માત્ર 17.5 ટકા હતો, તે થોડો સુધરી 22.5 ટકા થયો. "અમે આ વિશ્લેષણ કર્યું હતું કે, જો સિસ્ટોલિક બ્લડ પ્રેશર 140 હોય અને ડાયસ્ટોલિક રીડિંગ 90 કરતા ઓછું હોય તો બીપી નિયંત્રણમાં છે. હાલમાં, માત્ર 24.2 ટકા દર્દીઓમાં બ્લડ પ્રેશર નિયંત્રણમાં છે." માત્ર 46.8 ટકા દર્દીઓ જાણતા હતા કે, તેઓને હાઈ બીપી હતું," સંશોધકોએ જણાવ્યું હતું.
હાઈ બ્લડ પ્રેશર વિશે જાગૃતિ લાવવાથી:કેરળ સરકારી મેડિકલ કોલેજ અને કિમ્સ અલ-શિફા સ્પેશિયાલિટી હોસ્પિટલ (પેરિન્થાલમન્ના) ના સંશોધકો પણ આ વિશ્લેષણમાં સામેલ હતા. સંશોધકોએ સૂચવ્યું છે કે, હાઈ બ્લડ પ્રેશર વિશે જાગૃતિ લાવવાથી હૃદય રોગ અને મૃત્યુના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.