ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આસામમાં પૂરથી 7 લાખથી વધુ લોકો ઘર વિહોણા, 9 લોકોએ જીવ ગુમાવ્યો, હવે છે આવી પરિસ્થિતિ - Assam latest news

આસામમાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર બની રહી છે, નાગાંવ જિલ્લાના કાનપુર વિસ્તારમાં ગુરુવારે પૂરમાં બે લોકોએ જીવ ગુમાવ્યા (people affected in Assam floods) હતા, જેનાથી મૃત્યુઆંક 9 થયો હતો.

આસામમાં પૂરથી 7 લાખથી વધુ લોકો ઘર વિહોણા, 9 લોકોએ જીવ ગુમાવ્યો, હવે છે આવી પરિસ્થિતિ
આસામમાં પૂરથી 7 લાખથી વધુ લોકો ઘર વિહોણા, 9 લોકોએ જીવ ગુમાવ્યો, હવે છે આવી પરિસ્થિતિ

By

Published : May 20, 2022, 5:52 PM IST

ગુવાહાટી: આસામમાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર બની રહી છે અને રાજ્યના 27 જિલ્લાના 1790 ગામોમાં 7 લાખથી વધુ લોકો હજુ પણ તણાય (people affected in Assam floods) રહ્યા છે. કોપિલી, ડિસાંગ અને બ્રહ્મપુત્રા નદીઓ ખતરાની સપાટીથી ઉપર વહી રહી છે. મધ્ય આસામમાં કોપિલી નદી પૂરના સ્તરથી ઉપર વહી રહી છે, જે નાગાંવ અને હોજાઈ જિલ્લામાં વિનાશક પૂરનું કારણ છે. સૂત્રોએ જણાવ્યું કે હોજાઈમાં પૂરના પાણી ઘરોની છત ઉપરથી વહી રહ્યાં છે.

આ પણ વાંચો:આસામ પૂરના ખપ્પરમાં: નદીમાં હાથી ડૂબવાના ભયાનક દ્રશ્યો આવ્યા સામે, Viral Video

ASDMA દ્વારા આપવામાં આવેલા અહેવાલમાં જણાવાયું છે કે, આસામના 27 જિલ્લાઓમાં 7.17 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત (Over 7 lakh people affected in Assam floods ) થયા છે. સરકારે 359 પૂર શિબિરોની સ્થાપના કરી, જેમાંથી 167 રાહત શિબિરો અને 192 રાહત વિતરણ કેન્દ્રો છે. રિપોર્ટ મુજબ, 80,298 લોકોને રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે. નાગાંવ જિલ્લાના કાનપુર વિસ્તારમાં ગુરુવારે પૂરમાં બે લોકોએ જીવ ગુમાવ્યા અને મૃત્યુઆંક 9 (Assam floods death toll ) પર પહોંચી ગયો.

આ પણ વાંચો:મરઘાની મારામારી, ઘોડાની દોડ, બળદની બબાલ બાદ હવે ભૂંડની ભીડત છે ટ્રેંડમાં

આસામના દિમા હસાઓ જિલ્લામાં વિવિધ સ્થળોએ ભૂસ્ખલનથી માર્ગ તેમજ રેલ સંપર્ક ખોરવાયો છે. મેઘાલયના પૂર્વ જયંતિયા હિલ્સ જિલ્લાઓમાં ભૂસ્ખલનથી દક્ષિણ આસામની બરાક ખીણ અને ત્રણ ઉત્તરપૂર્વીય રાજ્યોના મહત્વપૂર્ણ ભાગોનો માર્ગ સંપર્ક બંધ થઈ ગયો છે. પૂર પ્રભાવિત વિસ્તારમાં બચાવ કામગીરી ચાલી રહી છે SDRF, NDRF, આર્મી/અર્ધ લશ્કરી દળો અને સ્થાનિક લોકો પણ બચાવ કામગીરી કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details