ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળ ચૂંટણી: અંતિમ તબક્કામાં 23 ટકા ઉમેદવારો ધરાવે છે ગુનાહિત ભૂતકાળ - પશ્ચિમ બંગાળ ચૂંટણી માં કરોડપતિ ઉમેદવારો

પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીના 8માં અને અંતિમ તબક્કામાં પોતાની કિસ્મત આજમાવી રહેલા 23 ટકા ઉમેદવારો ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોવાનો ખુલાસો ADR રિપોર્ટમાં કરાયો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કુલ 283 ઉમેદવારો પૈકી 55 (19 ટકા) ઉમેદવારો કરોડપતિ છે.

પશ્ચિમ બંગાળ ચૂંટણી: અંતિમ તબક્કામાં 23 ટકા ઉમેદવારો ધરાવે છે ગુનાહિત ભૂતકાળ
પશ્ચિમ બંગાળ ચૂંટણી: અંતિમ તબક્કામાં 23 ટકા ઉમેદવારો ધરાવે છે ગુનાહિત ભૂતકાળ

By

Published : Apr 29, 2021, 10:43 AM IST

  • 29 એપ્રિલના રોજ પશ્ચિમ બંગાળમાં અંતિમ તબક્કાનું મતદાન
  • 4 જિલ્લાની 35 બેઠકો પર 283 ઉમેદવારો છે મેદાનમાં
  • જાણો શું કહે છે, ADR રિપોર્ટ ઉમેદવારો વિશે

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં 29 એપ્રિલના રોજ 4 જિલ્લાની 35 બેઠકો પર 8માં અને અંતિમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. જેના પર પોતાની કિસ્મત આજમાવી રહેલા 283 ઉમેદવારો પૈકી 23 ટકા ઉમેદવારોએ ખુદ પર પોલીસ કેસ નોંધાયા હોવાની માહિતી આપી છે. ઉમેદવારોની આ માહિતીને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (ADR) દ્વારા ઉમેદવારી પત્ર ભરતી વખતે રજૂ કરેલા એફિડેવિટના વિશ્લેષણના આધારે સંકલિત કરવામાં આવી છે.

આંકડાકીય માહિતી

આ પણ વાંચો:પશ્ચિમ બંગાળમાં 7મા તબક્કાનું મતદાન શરૂ, વડાપ્રધાને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા કરી અપીલ

283માંથી 64 ઉમેદવારો વિરૂદ્ધ નોંધાયા છે ગુનાઓ

ADRના રિપોર્ટમાં જણાવાયું છે કે, કુલ 283 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ભરતી વખતે રજૂ કરેલા એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેમાં 64 ઉમેદવારોએ તેમના વિરૂદ્ધ પોલીસ કેસ નોંધાયા હોવાની માહિતી આપી છે. જ્યારે, 50 ઉમેદવારો વિરૂદ્ધ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પ્રમુખ પાર્ટીઓમાં મા.ક.પા.ના 10માંથી 7, તૃણમૂલ કોંગ્રેસના 35માંથી 11, ભાજપના 35માંથી 21 અને કોંગ્રેસના 19માંથી 10 ઉમેદવારોએ તેમના વિરૂદ્ધ પોલીસ કેસ નોંધાયા હોવાની માહિતી આપી છે.

અંતિમ તબક્કાના મતદાનની તમામ માહિતી, જૂઓ વીડિયોમાં...

35 પૈકી 11 મતક્ષેત્રો 'રેડ એલર્ટ ઝોન'માં

ADRના રિપોર્ટ પ્રમાણે, 17 ઉમેદવારો વિરૂદ્ધ હત્યાની પ્રયાસનો ગુનો નોંધાયો છે. જ્યારે, 12 ઉમેદવારો વિરૂદ્ધ મહિલા અત્યાચારના ગુના નોંધાયા હોવાની માહિતી મળી છે. આ ઉપરાંત 6 ઉમેદવારો હત્યાના ગુના સાથે સંકળાયેલા હોવાનું પણ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. એક મતક્ષેત્રના 3 કે તેથી વધુ ઉમેદવારો વિરૂદ્ધ ગુનાઓ નોંધાયા હોવાથી ચૂંટણી પંચ દ્વારા 35માંથી 11 મતક્ષેત્રોને 'રેડ એલર્ટ ઝોન' જાહેર કરવામાં આવ્યા છે.

આંકડાકીય માહિતી

આ પણ વાંચો:પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું 43 બેઠકો પર મતદાન

210 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 1.38 કરોડ રૂપિયા

રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, કુલ 283માંથી 55 ઉમેદવારો કરોડપતિ છે. મુખ્ય પાર્ટીઓમાં તૃણમૂલ કોંગ્રેસના 35માંથી 28 ઉમેદવારો, કોંગ્રેસના 19માંથી 5, ભાજપના 35માંથી 12 અને મા.ક.પા.ના 10માંથી 1 ઉમેદવાર કરોડપતિ છે. અન્ય એક રિપોર્ટમાં ADRએ જણાવ્યું હતું કે, 210 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 1.38 કરોડ રૂપિયા છે. જ્યારે તેમની સંપત્તિમાં અંદાજે 78 ટકાની વૃદ્ધિ થઈ છે.

ABOUT THE AUTHOR

...view details