- ભારતે તેના નાગરિકો અને અન્ય લોકોને સ્વદેશ લાવવાની પ્રક્રિયા શરૂ કરી
- કર્મચારીઓ એરફોર્સની વિશેષ ફ્લાઇટ દ્વારા સ્વદેશ આવી રહ્યા છે
- સોમવારે અફઘાનિસ્તાનમાં એરસ્પેસ બંધ કરવામાં આવ્યું હતું
નવી દિલ્હી: ભારતે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ભારતીય દૂતાવાસના કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. તેમને ખાસ વિમાન દ્વારા ભારત લાવવામાં આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, અફઘાનિસ્તાનમાં માનવીય સંકટ વચ્ચે ભારતે આ મોટી સફળતા મેળવી છે. અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસના કર્મચારીઓ એરફોર્સની વિશેષ ફ્લાઇટ દ્વારા સ્વદેશ આવી રહ્યા છે. હકીકતમાં, સોમવારે અફઘાનિસ્તાનમાં એરસ્પેસ બંધ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ વિમાનોની આવનજાવન અટકી ગઈ હતી. જો કે, ફરી શરૂ થયા પછી, ભારતે તેના નાગરિકો અને અન્ય લોકોને સ્વદેશ લાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. ત્યારે કાબુલથી આઈટીબીપીના જવાનો સહિત ભારતીયોને લઈ C-17 વિમાન જામનગર પહોંચ્યું છે.
આ પણ વાંચો- અફઘાનિસ્તાનની સાથે ચીન અને પાકિસ્તાન, ઈરાને ગણાવ્યું ભાઈ
ઝડપી વિઝા માટે ભારતે ઓનલાઇન અરજી અને સમાધાનની નવી શ્રેણી બનાવી
ભારતે અફઘાનિસ્તાનની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિઝામાં સરળતા લાવવાનો પણ નિર્ણય કર્યો છે. કટોકટીના કિસ્સામાં ઝડપી વિઝા માટે ભારતે ઓનલાઇન અરજી અને સમાધાનની નવી શ્રેણી બનાવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે માહિતી આપી છે કે અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિને જોતા વિઝા જોગવાઈઓની સમીક્ષા કરવામાં આવી છે. ઓનલાઈન વિઝાની નવી કેટેગરી બનાવવામાં આવી છે. તેને ઇ-ઇમરજન્સી એક્સ-મિસ્ક વિઝા (“e-Emergency X-Misc Visa) નામ આપવામાં આવ્યું છે. આનાથી ભારતમાં પ્રવેશ માટે વિઝા અરજીઓનો ઝડપી નિકાલ કરવામાં મદદ મળશે.