નવી દિલ્હી:દેશમાં છેલ્લા અઠવાડિયાથી શિતલહેર ફરી વળી છે. દેશના દરેક રાજયમાં દાઢી ધ્રુજાવી દે એવી ઠંડી પડી રહી છે. ત્યારે દિલ્હી, પંજાબ, રાજસ્થાન અને હરિયાણા સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં કોલ્ડ વેવની સ્થિતિ યથાવત રહી છે. દેશના હવામાન વિભાગએ આગાહી આપી હતી તે પ્રમાણ 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. બીજી બાજુ માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. કરા પણ પડી શકે છે. ગુજરાતમાં પણ ઠંડીએ લોકોને ઠુંઠવી દીધા છે. અમદાવાદ અને નલિયાના તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો કચ્છનું નલિયા ઠંડુગાર, કલેક્ટરે કામ વગર બહાર ન નીકળવા કરી અપીલ
ચાલુ રહેવાની સંભાવના: તારીખ 21 જાન્યુઆરીથી તારીખ 25 જાન્યુઆરી સુધી ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા છે. તેના પ્રભાવ હેઠળ, તારીખ 21 જાન્યુઆરીથી સવારના કલાકોમાં પશ્ચિમ હિમાલય વિસ્તારમાં વરસાદ અને બરફવર્ષા શરૂ થવાના એંધાણ છે. જે તારીખ 25 જાન્યુઆરી સુધી ચાલુ રહેવાની સંભાવના છે. હવામાન કચેરીએ વધુમાં જણાવ્યું હતું કે જમ્મુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનમાં તારીખ 23 અને તારીખ 24 જાન્યુઆરીએ હળવાથી મધ્યમ કરા પડવાની શક્યતા છે.