ગુજરાત

gujarat

ETV Bharat / bharat

યુએસ-તાઈવાન આર્થિક સહયોગ વધારવા પર અમારો ભાર: નેન્સી પેલોસી

હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ (House Speaker Nancy Pelosi) બુધવારે તાઇવાનના રાષ્ટ્રપતિ ત્સાઇ ઇંગ-વેન (President Tsai Ing wen of Taiwan) અને અન્ય ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી. આ બેઠક પહેલા યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર નેન્સી પેલોસીએ બુધવારે તાઈવાનની સંસદને સંબોધિત કરી હતી.

Etv Bharયુએસ-તાઈવાન આર્થિક સહયોગ વધારવા પર અમારો ભાર: નેન્સી પેલોસીat
Etv Bharatયુએસ-તાઈવાન આર્થિક સહયોગ વધારવા પર અમારો ભાર: નેન્સી પેલોસી

By

Published : Aug 3, 2022, 10:16 AM IST

તાઈપેઈ: હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ (House Speaker Nancy Pelosi) તાઇવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેનનો (President Tsai Ing wen of Taiwan) તેમના નેતૃત્વ માટે આભાર માન્યો હતો. અને આંતર-સંસદીય સહકાર વધારવા હાકલ કરી હતી. પેલોસીએ તાઈવાનની સંસદને કહ્યું કે, અમે તાઈવાનની વિશ્વના સૌથી સ્વતંત્ર સમાજોમાંના એક હોવા બદલ પ્રશંસા કરીએ છીએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, ચીન સાથે સ્પર્ધા કરવા માટે યુએસ ચિપ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્યનો નવો યુએસ કાયદો યુએસ-તાઈવાન આર્થિક સહયોગ માટે વધુ તકો પૂરી પાડે છે.

આ પણ વાંચો:Har Ghar Tiranga: ફલેગ કોડ ઓફ ઈન્ડિયા 2002 શું છે, તમારા સવાલોના તમામ જવાબ...

હાઉસ સ્પીકર નેન્સી પેલોસી : યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની સ્પીકર નેન્સી પેલોસી મંગળવારે રાત્રે તાઇવાન પહોંચી હતી. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, પેલોસીનું પ્લેન મોડી રાત્રે તાઈપેઈમાં લેન્ડ થયું હતું. આ સાથે, તે 25 કરતાં વધુ વર્ષોમાં તાઈવાનની મુલાકાત લેનારી સૌથી વધુ યુએસ અધિકારી બની ગઈ છે. પેલોસીની મુલાકાતને કારણે ચીન અને અમેરિકા વચ્ચે તણાવ વધી ગયો છે. ચીન દાવો કરી રહ્યું છે કે તાઈવાન તેનો ભાગ છે. તે વિદેશી અધિકારીઓ દ્વારા તાઇવાનની મુલાકાતનો વિરોધ કરે છે કારણ કે તેને લાગે છે કે તે ટાપુના પ્રદેશને સાર્વભૌમ તરીકે માન્યતા આપવા સમાન છે.

આ પણ વાંચો:ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: અમદાવાદ શહેરની બેઠકો પર કોણ કપાશે? બે મહિલા ઉમેદવારને મળી શકે છે ટિકીટ

ABOUT THE AUTHOR

...view details