ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુંબઈના અનાથાશ્રમમાં કોરોનાનું તાંડવ, 18 બાળકો કોવિડ પોઝિટિવ નોંધાયા - દેશમાં કોરોના સંક્રમણ

નાયર હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યું હતું કે, જે બાળકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, તેઓમાં કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળ્યા છે. માહિતી અનુસાર, 23 ઓગસ્ટે તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને 24 ઓગસ્ટે તેમનો રિપોર્ટ આવ્યો હતો. આશ્રમમાં કુલ 22 લોકો કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા હતા.

By

Published : Aug 26, 2021, 7:28 PM IST

  • મુંબઈમાં 18 બાળકો આવ્યા કોરોના પોઝિટિવ
  • કોરોના સંક્રમિત બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
  • બાળકોમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા

નવી દિલ્હી:દેશમાં કોરોના સંક્રમણે ફરી એકવાર જોર પકડ્યું છે. આ દરમિયાન, કોરોનાને લઈને મુંબઈના આગરી પાડા વિસ્તારમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ત્યાનાં સેન્ટ જોસેફ અનાથાશ્રમમાં કોરોના ટેસ્ટમાં 18 બાળકો પોઝિટિવ મળ્યા છે. આમાંથી 4 બાળકોને મુંબઈની નાયર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જે 12 વર્ષથી ઓછી ઉંમરના છે.

12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો પણ સમાવેશ

માહિતી અનુસાર, કોરોના સંક્રમિત મળી આવેલા 18 બાળકોમાંથી, 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને રિચાર્ડસન અને ક્રુડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અનાથાશ્રમમાં એવું જાણવા મળ્યું હતું કે, કેટલાક લોકો કોરોનાથી સંક્રમિત છે, ત્યારબાદ અહીં પરીક્ષણ માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના ટેસ્ટ દરમિયાન 18 બાળકો સહિત કુલ 22 લોકો વાઇરસથી સંક્રમિત જોવા મળ્યા હતા.

બાળકો સારવાર માટે હોસ્પિટલમાં દાખલ

નાયર હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા અનુસાર, જે બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેમનામાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા છે. માહિતી અનુસાર, 23 ઓગસ્ટે તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને 24 ઓગસ્ટે તેમનો રિપોર્ટ આવ્યો હતો. અનાથાશ્રમમાંથી એક સાથે કોરોના સંકર્મણના કેસો સામે આવવાના કારણે તંત્રમાં ઓહાપો મચી ગયો હતો. મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં તેજી જોવા મળી રહી છે. કેરળમાં કોરોના ચેપ ઝડપથી વધી રહ્યો છે, જેના કારણે કોવિડની ત્રીજી લહેરનો ભય વધી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 46 હજારથી વધુ કેસ જોવા મળ્યા હતા, જેમાં 58 ટકા કેરળના છે.

ABOUT THE AUTHOR

...view details