ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Organ Donation in Gujarat : ગુજરાતમાં અંગદાનના આંકડા વિશે સાંસદ પરિમલ નથવાણીનો પ્રશ્ન, કઇ વયમર્યાદા દૂર થઇ જાણવા મળ્યું - Organ donation new guidelines

ગુજરાતમાં અંગદાનને લઇને સામાજિક સંસ્થાઓ અને સરકાર તરફથી પણ જનજાગૃતિ માટે કોશિશ કરવામાં આવતી રહે છે. ત્યારે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ગુજરાતમાં બે વર્ષ દરમિયાન મળેલા અંગદાન વિશે પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન દ્વારા જવાબ અપાયો છે. બે વર્ષમાં ગુજરાતમાં અંગદાનના 817 કિસ્સા સામે આવ્યાં છે.

Organ Donation in Gujarat : ગુજરાતમાં અંગદાનના આંકડા વિશે સાંસદ પરિમલ નથવાણીનો પ્રશ્ન, કઇ વયમર્યાદા દૂર થઇ જાણવા મળ્યું
Organ Donation in Gujarat : ગુજરાતમાં અંગદાનના આંકડા વિશે સાંસદ પરિમલ નથવાણીનો પ્રશ્ન, કઇ વયમર્યાદા દૂર થઇ જાણવા મળ્યું

By

Published : Mar 15, 2023, 6:45 PM IST

નવી દિલ્હી : ગુજરાત જ નહીં દેશભરમાં અંગદાનની વ્યાપક જરુરત સામે પ્રમાણમાં અંગદાન પણ વધે તે સમયની માગ છે. ત્યારે રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેમણે ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં અંગદાનના કેટલા કિસ્સા સામે આવ્યાં તે બાબતે જાણકારી માગી હતી. જેના જવાબમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યપ્રધાન ડોક્ટર ભારતી પ્રવીણ પવારે ગુજરાતમાં અંગદાનના આંકડાઓ આપ્યાં હતાં.

ગુજરાતમાં 2022 સુધીમાં 817 અંગદાન : કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યપ્રધાન ડોક્ટર ભારતી પ્રવીણ પવારે ગુજરાતમાં અંગદાનના આંકડાઓ આપતાં કહ્યું કે ગુજરાત રાજ્યમાં 31 ડિસેમ્બર 2022 સુધીમાં અંગદાનના કિસ્સાની સંખ્યા વધીને 817 થઈ ગઈ છે. જે 2020ના કેલેન્ડર વર્ષના અંત સુધીમાં 448 હતી. આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં જીવિત વ્યક્તિઓ તરફથી કરાયેલા અંગદાનના કિસ્સાની સંખ્યા 345 હતી, જે વધીને 669 થઈ, જ્યારે 2020ના અંત સુધીમાં મૃત વ્યક્તિઓના અંગોનાં દાનના કિસ્સાની સંખ્યા 103 વધીને 2022ના અંત સુધીમાં 148 થઈ છે.

આ પણ વાંચો Organ Donation: મૃત્યુ બાદ પણ હાથ આપ્યો, બ્રેનડેડ દર્દીના કિડની-લીવર મુંબઈ મોકલાયા

ભારતમાં અંગદાન : કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યપ્રધાન ડોક્ટર ભારતી પ્રવીણ પવારે આ સમયગાળા દરમિયાન સમગ્ર ભારતમાં અંગદાનના કિસ્સાઓની જાણકારી પણ આપી હતી. જે મુજબ ભારતમાં અંગદાનની કુલ સંખ્યા 7519થી વધીને 13,695 થઈ ગઈ છે. અંગદાન માટે નોંધાયેલા સંકલ્પોની દ્રષ્ટિએ ગુજરાતમાં 8,996 સંકલ્પ લેવામાં આવ્યાં છે જ્યારે સમગ્ર દેશમાં આવા કુલ સંકલ્પોની સંખ્યા 4,48,582 જણાવાઇ છે.

અંગદાનને પ્રોત્સાહન આપવાના પગલાં વિશે પૃચ્છા :રાજ્યસભામાં આંધ્રપ્રદેશથી રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ દેશમાં અંગદાનને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા લેવાયેલા પગલાં તેમજ ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં કેટલા અંગદાન થયા છે અને કેટલા લોકોએ અંગદાન માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે તે વિશે જાણકારી માગી હતી. જેના જવાબમાં ગુજરાત સહિત ભારતમાં આ મુદ્દે હાલમાં ઉપલબ્ધ આંકડાકીય વિગતો સામે આવી હતી.

આ પણ વાંચો Organ donation: સિવિલમાં થયું 100મું અંગદાન, આરોગ્યપ્રધાને પરિવારનો આભાર માન્યો

અંગદાન જાગૃતિ માટે શું થઇ રહ્યું છે :કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યપ્રધાન ડોક્ટર ભારતી પ્રવીણ પવારના નિવેદન પ્રમાણે ભારતમાં અંગદાન અંગે જાગૃતિ વધારવા માટે સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમાં NOTTO (નેશનલ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન), ROTTO (પ્રાદેશિક અંગ અને ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન) અને SOTTOs (સ્ટેટ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન) દ્વારા ફિઝિકલ, ટીવી, ડિજિટલ અને સોશિયલ મીડિયા ચેનલો તથા બહુવિધ કાર્યક્રમો દ્વારા અંગદાન અંગેની માહિતીના પ્રસારનો સમાવેશ થાય છે.

65 વર્ષની વયમર્યાદા દૂર કરવામાં આવી : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના મહત્ત્વનો નિર્ણય વિશે ભારતી પવારે આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે સરકારે મૃત દાતાના અંગ પ્રત્યારોપણની જરૂર હોય તેવા દર્દીઓની નોંધણી માટે રાજ્યના નાગરિકોની જરૂરિયાતો પૂરી કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત સરકારની નવી માર્ગદર્શિકા મુજબ મૃત દાતાના અંગ મેળવવા માટે નોંધણી માટેની પાત્રતા માટે 65 વર્ષની વયમર્યાદા દૂર કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details