ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Opposition Unity Meeting: હોંશે હોંશે નેતાઓ તો મળ્યા પણ દિલ ના મળ્યા, વિપક્ષ એકતા મિટિંગમાં આમ આદમી પાર્ટીએ આપ્યું ટેન્શન - AAP CONGRES RJD NCP TMC JDU AT PATNA

પટનામાં નીતિશ કુમારના નિવાસસ્થાને વિપક્ષી નેતાઓની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. રાહુલ, કેજરીવાલ, અખિલેશ, મમતા સહિત 15 પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. આગામી બેઠક શિમલામાં યોજાશે. જોકે આ દરમિયાન All Is Not Well જેવી સ્થિતિ પણ દેખાઈ હતી.

opposition-unity-meeting-all-is-not-well-in-unity-meeting-aap-congres-rjd-ncp-tmc-jdu-at-patna
opposition-unity-meeting-all-is-not-well-in-unity-meeting-aap-congres-rjd-ncp-tmc-jdu-at-patna

By

Published : Jun 23, 2023, 7:01 PM IST

પટના: પટના ખાતે યોજાયેલી વિપક્ષની એકતા બેઠકમાં નેતાઓ ભલે હોંશે હોંશે મળ્યા હોય પરંતુ ક્યાંક દિલ ન મળ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. એક તરફ આમ આદમી પાર્ટીએ મિટિંગ બાદ એક સ્ટેટમેન્ટ જાહેર કરીને માહિતી આપી હતી કે કેન્દ્ર સરકારના ઓર્ડિનન્સ સામે કોંગ્રેસ સિવાય બાકીની તમામ પાર્ટીએ પોતાનું સ્ટેન્ડ નક્કી કર્યું હતું પરંતુ કોંગ્રેસે કોઈ પણ પ્રતિક્રિયા આપી ન હતી. બીજી તરફ ઓવૈસીએ પણ મીતીને લઈને તંજ કસ્યો હતો. ઉલ્લેખનીય છે કે તેલંગાણાના સીએમ KCR પણ ગેરહાજર રહ્યા હતા.

......પરંતુ દિલ ન મળ્યા: મમતા બેનર્જીએ તેમની મહત્વાકાંક્ષા છોડી દેવા માટે નેતાઓ સાથે વાત કરીને બેઠકનો સૂર સેટ કર્યો કે બધાએ બલિદાન આપવું પડશે તો જ વિપક્ષ એક થઈ શકશે. બેઠકમાં જ્યાં શિવસેના યુબીટીના ઉદ્ધવ ઠાકરેએ દિલ્હી વટહુકમ પર AAPને અરવિંદ કેજરીવાલના સમર્થનની વાત કરી, ત્યાં નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લાએ કેજરીવાલને કલમ 370 પર AAPનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું હતું. કેજરીવાલે તેમના ભાષણમાં દિલ્હી સરકારના અધિકારને લઈને કેન્દ્રના વટહુકમ પર ચર્ચા કરી અને રાજ્યસભામાં દરેકનું સમર્થન માંગ્યું હતું.

આગામી બેઠક કોંગ્રેસના નેતૃત્વમાં થશે:મુખ્ય પ્રધાન નીતિશ કુમારે કહ્યું કે ઘણી પાર્ટીઓની બેઠક થઈ હતી. તમામ નેતાઓએ પોતપોતાની વાત રાખી હતી. તમામ પક્ષો સાથે મળીને ચાલવા માટે સંમત થયા છે. આગામી બેઠક થોડા દિવસો પછી તમામ પક્ષોની થશે. તેમાં આગળની બાબતોની ચર્ચા કરવામાં આવશે. તેનું નેતૃત્વ મલ્લિકાર્જુન ખડગે કરશે.

બધા સાથે મળીને કામ કરશે:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમે નક્કી કર્યું છે કે અમે સાથે મળીને કામ કરીશું. અમારી વિચારધારાના રક્ષણની દિશામાં પગલાં ભરશે. આગામી મીટીંગમાં આજે બનેલી બાબતોને વધુ ઉંડાણમાં લેવામાં આવશે. જોકે આ દરમિયાન તેમને ભાજપ પર પ્રહાર કર્યા હતા અને તંજ કસ્યાં હતા.

મમતા બેનર્જીએ મીટીંગને ગણાવી સફળ:ટીએમસી ચીફ મમતા બેનર્જીએ કહ્યું કે પટનામાં મીટિંગનું આયોજન ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું હતું. લાલુએ લાંબા સમય બાદ રાજકીય મંચ પર પ્રવેશ કર્યો છે. મમતાએ કહ્યું કે મેં નીતિશને પટનામાં મીટિંગ માટે કહ્યું કારણ કે અહીંથી ઘણા જન આંદોલનો શરૂ થયા છે. દિલ્હીમાં ઘણી બેઠકો થઈ પરંતુ કોઈ નિર્ણય ન આવ્યો. જ્યારે અહીં બેઠક થઈ ત્યારે ત્રણ બાબતો પર સહમતિ બની હતી. પ્રથમ, આપણે બધા એક છીએ. બીજું, અમે સાથે મળીને લડીશું. ત્રીજું, અમારી લડાઈ વિપક્ષ માટે નથી, દેશની જનતા માટે છે.

મહેબૂબા મુફ્તીએ લોકશાહી-ધર્મનિરપેક્ષતાને ભાજપને ઘેરી:પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર લોકશાહી અને ધર્મનિરપેક્ષતા પર હુમલાની પ્રયોગશાળા છે. હવે આખા દેશમાં આવું જ થઈ રહ્યું છે. અમે ગાંધીના દેશને ગોડસેનો દેશ નહીં બનવા દઈએ.

ઓમાર અબ્દુલ્લાહે લોકશાહી બચાવવાની લડાઈ ગણાવી:સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં એનસીના નેતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે આટલા બધા લોકોને એકઠા કરવા એ મામૂલી બાબત નથી. આનો શ્રેય નીતીશ કુમારને જાય છે. આ મીટીંગમાં કોણ નથી તે બહુ મહત્વનું નથી, પરંતુ કોણ છે તે મહત્વનું છે. અમારો હેતુ સત્તા મેળવવાનો નથી. આ સત્તા માટે લડાઈ નથી. આ સિદ્ધાંતોની, વિચારધારાની લડાઈ છે. આ વિચાર, ઈરાદા, બંધારણને બચાવવાની લડાઈ છે. અમે લોકશાહીને જીવંત રાખવા માટે લડીશું.

અખિલેશે કહ્યું- પટના બન્યું રાજકીય નવજાગરણનું સાક્ષી:સપાના વડા અખિલેશ યાદવે કહ્યું કે આજે પટના એક નવા રાજકીય નવજાગરણનું સાક્ષી બની રહ્યું છે. દેશભરના નેતાઓ અહીં બેઠક કરી રહ્યા છે. અમે બધા સાથે મળીને કામ કરીશું. દેશ કેવી રીતે આગળ વધે તે દિશામાં કામ કરવામાં આવશે.

લાલુએ કહ્યું- બીજેપીની વિદાય નિશ્ચિત છે, મોદીની થશે ખરાબ હાલત:RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે તેઓ લાંબા સમય બાદ PC કરી રહ્યા છે. અમે સંપૂર્ણપણે ફિટ. અમે નક્કી કર્યું છે કે આગામી બેઠક શિમલામાં થશે. તેમાં ચર્ચા કરીને આગળના કાર્યક્રમો નક્કી કરશે. જો આપણે એક નહીં થઈએ તો ભાજપ અને આરએસએસના લોકો જીતે છે. નરેન્દ્ર મોદી અમેરિકા જઈને ભાષણ આપી રહ્યા છે. આ જ દેશે ગુજરાત રમખાણો પછી મોદી-શાહને આવવાની ના પાડી હતી. આજે ભારત વિઘટનના આરે ઉભું છે. આજે ભીંડાનું શાક 60 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયું છે. લોટ, દાળ અને ચોખાના ભાવમાં વધારો થયો છે. બેરોજગારી ચરમસીમાએ છે. આ દેશમાં હિન્દુ-મુસ્લિમના નામે લડાઈ થઈ રહી છે. હનુમાનજીના નામ પર ચૂંટણી લડવામાં આવી રહી છે. આ વખતે ભાજપની વિદાય નિશ્ચિત છે. મોદીની હાલત ખૂબ જ ખરાબ થવાની છે.

  1. Opposition Unity Meeting: વિપક્ષ એકતા બેઠકમાં થયો નિર્ણય, લાલુ યાદવની સલાહ પર લગ્ન કરશે રાહુલ ગાંધી!
  2. Owaisi Statement On Opposition Meeting : AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ વિપક્ષની મિટીંગ પર યાદ અપાવ્યો ગોધરા કાંડ, જાણો શું કહ્યું...

ABOUT THE AUTHOR

...view details