ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Opposition Patna Meet Updates: રાહુલના નિવેદન પર સ્મૃતિની પ્રતિક્રિયા, કહ્યું એ શક્ય નથી - Opposition Patna Meet Updates

'કોંગ્રેસે માન્યું કે નરેન્દ્ર મોદીને એકલા હરાવી શકીએ નહિ.' સ્મૃતિ ઈરાનીના નિવેદન બાદ રાજકીય ગરમાવો આવી ગયો છે. આ અગાઉ પટનાના સદકત આશ્રમમાં પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો આપણે બધા સાથે મળીને ચૂંટણી લડીએ તો આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને સત્તા પરથી હટાવી શકાય છે.

Opposition Patna Meet Updates Smriti Irani Reaction on Rahul Gandhis Statement
Opposition Patna Meet Updates Smriti Irani Reaction on Rahul Gandhis Statement

By

Published : Jun 23, 2023, 1:04 PM IST

Updated : Jun 23, 2023, 1:12 PM IST

અમદાવાદ: કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ મંગળવારે ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'ના વિરોધમાં ઉભેલા રાજકીય પક્ષો પર પ્રહારો કર્યા અને કહ્યું કે ફિલ્મનો વિરોધ કરનારા આતંકવાદી સંગઠનોને સમર્થન આપે છે. "દરેક રાજકીય પક્ષ જે આ ફિલ્મના વિરોધમાં છે, આતંકવાદીઓના સંગઠન સાથે ઉભો છે, તે એક માતા-પિતા તરીકે મારું માનવું છે. આ સાથે જ વિપક્ષની એકતાની બેઠકને લઈને પણ તેમને નિવેદન આપ્યું હતું.

કેન્દ્રીય પ્રધાનનો પલટવાર: કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે પટનામાં વિપક્ષની એકતાની મિટિંગ દર્શાવે છે કે કોઈ પણ એક પાર્ટીની ક્ષમતા નથી કે તેઓ મોદીનો સામનો કરી શકે અથવા હરાવી શકે. ઉલ્લેખનીય છે કે પટના ખાતે વિપક્ષની મિટિંગ યોજાવવા જઈ રહી છે ત્યારે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દૌર શરૂ થયો હતો.

84ના રમખાણો દ્વારા પ્રેમ વ્યક્ત કરવામાં આવ્યો?:બીજી તરફ રાહુલના મહોબ્બત ફેલાવવાના નિવેદન પર સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, શું 84ના રમખાણો દ્વારા ગાંધી પરિવારે પ્રેમ વ્યક્ત કર્યો હતો? શું ગાંધી પરિવારે દેશમાં ઈમરજન્સી લાદીને અને નિર્દોષ ભારતીયોને જેલમાં મોકલીને પ્રેમ વ્યક્ત કર્યો હતો? શું ઝાડ પડવાથી અને ધરતીના ધ્રુજારીએ પ્રેમની અભિવ્યક્તિ કરી હતી?

રાહુલે આપ્યું હતું આ નિવેદન:આ અગાઉ પટનાના સદકત આશ્રમમાં પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો આપણે બધા સાથે મળીને ચૂંટણી લડીએ તો આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને સત્તા પરથી હટાવી શકાય છે. તેમણે કહ્યું કે તમે જોયું કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપના નેતાઓએ રાજ્યના ખૂણે ખૂણે પ્રચાર કર્યો, પરંતુ ત્યાં શું થયું તે બધા જાણે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ આ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ અને તેલંગાણામાં ચૂંટણી જીતવા જઈ રહી છે.

  1. Opposition Party Meeting Today: રાહુલ ગાંધીએ ક્હ્યું, ભાજપ નફરતની રાજનીતિ કરી રહી છે
  2. Patna Opposition Meeting: પટના પહોંચ્યા શરદ પવાર, કહ્યું- 'મણિપુર સળગી રહ્યું છે
Last Updated : Jun 23, 2023, 1:12 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details