નવી દિલ્હી: કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓના સાંસદોએ સંસદ ભવનથી વિજય ચોક સુધી 'તિરંગા માર્ચ'નું આયોજન કર્યું હતું. કોંગ્રેસ ઉપરાંત દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK), સમાજવાદી પાર્ટી (SP), રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) જેવા ડાબેરી પક્ષોના સાંસદો 'તિરંગા માર્ચ'માં જોડાયા હતા.
ખડગેના કેન્દ્રને સવાલ: પદયાત્રા બાદ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું કે મોદી સરકાર માત્ર લોકશાહીની વાતો કરે છે. આ પહેલીવાર છે જ્યારે તેમને બોલવા દેવામાં આવ્યા નથી. બજેટ સત્ર 2023નું બીજું સત્ર ખોરવાઈ ગયું. બીજી તરફ અદાણી મુદ્દે તેમણે કહ્યું કે ગૌતમ અદાણીની સંપત્તિ અઢી વર્ષમાં આટલી કેવી રીતે વધી ગઈ. સમગ્ર વિપક્ષે આ મુદ્દો ઉઠાવ્યો હતો. કેન્દ્રની મોદી સરકાર આ મામલે JPC બનાવવાથી કેમ ડરે છે? અમે દેશની સંપત્તિ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જનતાના પૈસા માત્ર એક જ ઉદ્યોગપતિને શા માટે આપવામાં આવે છે.
આ પણ વાંચો:Karnataka Assembly Elections 2023: વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે વધુ 42 ઉમેદવારોની જાહેરાત કરી
અદાણી મામલે તપાસની માંગ: 13 માર્ચથી શરૂ થયેલા સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં વિપક્ષ અને શાસક પક્ષના હંગામાને કારણે લોકસભા અને રાજ્યસભામાં વારંવાર વિક્ષેપ સર્જાયો હતો. વિરોધ પક્ષો અદાણી ગ્રુપના મામલામાં જેપીસી બનાવવાની માંગ પર અડગ છે. બીજી તરફ શાસક પક્ષે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાસેથી લંડનમાં આપેલા નિવેદન માટે માફી માંગવાની માંગ કરી છે. સંસદના બજેટ સત્ર દરમિયાન વિરોધ પક્ષોએ સંયુક્ત વિરોધ પ્રદર્શન કર્યું છે.
આ પણ વાંચો:TOP 10 Parties Of the World : ભાજપ પછી વિશ્વના 10 સૌથી મોટા રાજકીય પક્ષો પર એક નજર
વિરોધ પક્ષો સાથે મળીને કામ કરશે:કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ વિરોધ પક્ષો સાથે મળીને કામ કરશે. તેમણે આરોપ લગાવ્યો કે સત્રમાં કાર્યવાહી ખોરવાઈ જવા માટે સત્તાધારી પક્ષ જ જવાબદાર છે. નોંધનીય છે કે કેરળની વાયનાડ સંસદીય બેઠકનું પ્રતિનિધિત્વ કરતા રાહુલ ગાંધીને સુરતની અદાલત દ્વારા 2019ના માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા અને બે વર્ષની સજા ફટકારવામાં આવ્યા બાદ લોકસભાના સભ્યપદ માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. જે મામલે વિરોધ પક્ષોએ સંયુક્ત રીતે તેનો વિરોધ કર્યો હતો.
(PTI-ભાષા)