નવી દિલ્હી : લોકસભા અને રાજ્યસભામાંથી 140થી વધુ સભ્યો સસ્પેન્ડ કરવાના મુદ્દે બુધવારે સંસદ સંકુલમાં વિરોધ પક્ષોના અગ્રણી નેતાઓ અને સાંસદોએ પ્રદર્શન કર્યું. આરોપ છે કે સરકાર ' વિપક્ષ મુક્ત સંસદ ' અને ' એકપક્ષીય શાસન ' ઈચ્છે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ભૂતપૂર્વ પ્રમુખો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અને અન્ય ઘણા નેતાઓ સંસદ સંકુલમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ પક્ષના સાંસદોના વિરોધ કાર્યક્રમમાં જોડાયા હતાં.
વિપક્ષના સાંસદોનો સસ્પેન્શનને લઇ વિરોધ, કહ્યું કે સરકાર ' વિપક્ષ મુક્ત સંસદ ' ઈચ્છે છે
સંસદના શિયાળુ સત્ર દરમિયાન સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચેની મડાગાંઠ હવે બંધારણીય હોદ્દા સુધી પહોંચી ગઈ છે. વિપક્ષ સતત આરોપ લગાવી રહ્યો છે કે સાંસદોનું સસ્પેન્શન ભાજપ સરકારના ઈશારે થયું છે. આ મુદ્દે વિપક્ષી સાંસદોએ સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું છે.
Published : Dec 20, 2023, 2:02 PM IST
વિપક્ષને ગૃહોમાં ગૃહમંત્રીનું નિવેદન જોઇએ છે : સસ્પેન્ડ કરાયેલા લોકસભા સભ્યોમાંના એક કોંગ્રેસના નેતા શશી થરૂરે કહ્યું કે સંસદીય લોકશાહીના ઈતિહાસમાં ક્યારેય 150 સાંસદોને આ રીતે ગૃહની બહાર કરવામાં આવ્યા નથી. આ સિસ્ટમનો ઐતિહાસિક દુરુપયોગ છે. સરકાર વિપક્ષ મુક્ત લોકસભા અને વિપક્ષ મુક્ત રાજ્યસભા ઈચ્છે છે. આ પ્રકારની રાજનીતિમાં લોકશાહીનું શું થશે એ અમારો પ્રશ્ન છે. રાષ્ટ્રીય જનતા દળના નેતા મનોજ ઝાએ કહ્યું કે અમે ચંદ્રનો ટુકડો નથી માગતા. અમે બંને ગૃહોમાં ગૃહમંત્રીનું નિવેદન ઈચ્છીએ છીએ. સુરક્ષા ક્ષતિને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત મુદ્દો ગણવો જોઈએ. જ્યારે અમે ગૃહમંત્રીના નિવેદનની માંગણી કરી ત્યારે આટલી મોટી સંખ્યામાં સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.
ગૃહમાં સૂત્રોચ્ચાર કરવા બદલ સસ્પેન્ડ :તેમણે આરોપ લગાવ્યો કે તમે (સરકાર) લોકતંત્રની જનનીને મારવાનો કોન્ટ્રાક્ટ લીધો છે અને તમે એ જ કરી રહ્યા છો. તમે પ્રતિકારમુક્ત શેરીઓ અને વિપક્ષ મુક્ત સંસદ માંગો છો. અભિનંદન મોદીજી. તમે આ દેશને એક પક્ષના શાસનની વ્યવસ્થા તરફ લઈ જઈ રહ્યા છો. છેલ્લા કેટલાક દિવસોમાં 141 સાંસદોને લોકસભા અને રાજ્યસભામાંથી પ્લૅકાર્ડ દર્શાવવા અને ગૃહમાં સૂત્રોચ્ચાર કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મંગળવારે 49 લોકસભા સભ્યોને ગૃહની કાર્યવાહીમાં અવરોધ લાવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા'ના સાંસદો 13 ડિસેમ્બરે સંસદની સુરક્ષામાં ક્ષતિની ઘટના અંગે ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગ કરી રહ્યા છે.