નવી દિલ્હી:સંસદનું શિયાળુ સત્ર ખૂબ જ હંગામાભર્યું રહ્યું છે. ખાસ કરીને જે દિવસે લોકસભામાં ગેલેરીમાંથી બે યુવાનો કૂદી પડ્યા, ત્યારથી વિપક્ષ સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. વિપક્ષની માંગ છે કે આ મામલે ગૃહમંત્રી અમિત શાહ અથવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિવેદન આપે. જો કે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ મામલે તપાસ ચાલુ છે અને તે પહેલા કોઈ નિવેદન આપવું યોગ્ય નથી.
આ મુદ્દે સરકાર અને વિપક્ષ આમને-સામને છે. સોમવારે પણ બંને ગૃહમાં આ મુદ્દે દલીલો ચાલુ રહી હતી. આ દરમિયાન લોકસભા અધ્યક્ષે આજે 67 સાંસદોને શિયાળુ સત્રના બાકી રહેલાં દિવસો માટે બરતરફ કરી દીધા છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી પણ સસ્પેન્ડ કરવામાં આવેલા સાંસદોમાં સામેલ છે. જેના કારણે કોંગ્રેસ સરકાર સામે લાલઘૂમ થઈ ગઈ છે.
વિપક્ષના સાંસદોને બરતરફ કરવાના વલણને જોતા કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ મોદી સરકાર સામે આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતાં. સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે, આખો દેશ જોઈ રહ્યો છે, કે સંસદમાં 'બુલડોઝર' ચલાવવામાં આવી રહ્યું છે, અને વિપક્ષના અવાજને દબાવવામાં આવી રહ્યો છે. આ વિપક્ષી સાંસદોની યાદી છે જેમને આજે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મહત્વપૂર્ણ છે કે, 4 ડિસેમ્બરથી સંસદનું શિયાળું સત્ર શરૂ થયું હતું અને જે આગામી 22મી ડિસેમ્બર ચાલનારૂં છે. ત્યારે હવે સંસદના શિયાળું સત્રને માત્ર ગણતરીના દિવસો બાકી બચ્યાં છે. સંસદનું સત્ર શરૂ થાય તે પહેલાં સંસદ હંગામેદાર રહેવાના અણસાર દેખાતા હતાં.
- 'ડોનેટ ફોર દેશ' અભિયાન શરૂ, મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીને આપ્યા 1 લાખ 38 હજાર રૂપિયા
- સંસદના સુરક્ષા ભંગ મામલાની તપાસ માટે દિલ્હી પોલીસની વિશેષ ટીમ પહોંચી હરિયાણામાં નીલમના ઘેર, પરિવારજનોની પૂછપરછ