નવી દિલ્હીઃદિલ્હીમાં પૂર્વ ઉપમુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ જેલમાં હોળીનો દિવસ પસાર કરવો પડશે. કોર્ટે જામીન ન આપતા કારાવાસમાં રહેવાનો વારો આવ્યો છે. આ મામલે હવે આમ આદમી પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલને અન્ય 9 વિપક્ષ રાજકીય દળનો ટેકો મળતા વિરોધ પ્રબળ બની રહ્યો છે. અરવિંદ કેજરીવાલ સહિત વન અન્ય વિપક્ષના નેતાઓએ વડાપ્રધાન મોદીને મનીષ સિસોદિયાના વિષય સંબંધીત પત્ર લખ્યો છે.
આ પણ વાંચોઃ Uttarakhand News: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભૂકંપના પાંચ આંચકા અનુભવાયા
કોના-કોના નામઃમનીષ સિસોદિયાની થયેલી ધરપકડને દુનિયાભરમાં રાજકીય દ્રષ્ટિકોણથી એક ઉદાહરણ રૂપે જોવામાં આવો એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વાતને કેજરીવાલે પૂરતો ટેકો આપી દીધો છે. પત્રમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે, દુનિયાભરમાં એવો સંદેશો જઈ રહ્યો છે કે, ભારતના જે લોકતાંત્રિક મૂલ્યો છે, એને એક સંપૂર્ણ બહુમત ધરાવતી રાજકીય પાર્ટીથી શું જોખમ છે. BSR પ્રમુખ કે. ચંદ્રશેખર રાવ, તૃણમુલ કોંગ્રેસના મમતા બેનર્જી, ભગવંત માન, તેજસ્વી યાદવ, ફારૂખ અબ્દુલા, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને અખિલેશ યાદવના નામ આ પત્રમાં લખાયા છે.
મનીષ સિસોદિયાને બચાવવા માટે વિપક્ષના ઘણા નેતાઓએ પત્ર લખેલા છે. એક એવો પત્ર કસાબને બચાવવા માટે પણ લખવામાં આવ્યો હતો. જ્યારે આવા લેટર શરૂ થાય એટલે એ વાત નક્કી થાય છે કે, ગુનો થયો એ નક્કી છે. હવે એને બચાવવા માટેની દોડાદોડી છે.--કપિલ મિશ્રા (ભાજપ નેતા, દિલ્હી)