અમદાવાદ:તાજેતરના અહેવાલો અનુસાર, સોમવારે સવારે આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 132 થઈ ગયો હતો. ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ ઘટના સંદર્ભે ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે. સંઘવીએ કહ્યું કે, આજે રેન્જ આઈજીપીના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી છે. બધાએ આખી રાત કામ કર્યું. નેવી, NDRF (નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ), એરફોર્સ અને આર્મી ઝડપથી ઘટનાસ્થળે પહોંચી ગયા. 200થી વધુ લોકોએ શોધ અને બચાવ કામગીરી માટે આખી રાત કામ કર્યું છે," સંઘવીએ કહ્યું.
આર્મી, નેવી, એરફોર્સ:અધિકારીઓના જણાવ્યા મુજબ, પુલ તૂટી પડ્યા બાદ મચ્છુ નદીમાં પડી ગયેલા લોકોને બચાવવા આર્મી, નેવી, એરફોર્સ, એનડીઆરએફ અને ફાયર બ્રિગેડ સહિતની ટીમોએ આખી રાત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઘટના બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષભાઈ સંઘવી, પ્રધાન બ્રિજેશભાઈ મેરજા, અને રાજ્ય પ્રધાન અરવિંદભાઈ રૈયાણી મધરાતે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરીનું જાતે નિરીક્ષણ કરી માર્ગદર્શન આપ્યું હતું.
વિપક્ષ આક્રમક બન્યું:મોરબીમાં તૂટેલા ઝૂલતા પુલને (morbi bridge collapse) લઈને અનેક લોકોની જાનહાની થઈ છે ત્યારે આ મુદ્દાને લઈને વિપક્ષ આક્રમક (Opposition aggressive over Morbi tragedy) બન્યું છે. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે સોમવારે ગુજરાતમાં મોરબી બ્રિજ તૂટી પડવાની ઘટનામાં જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને આ મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. "સરકારે નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ અને થોડા દિવસો પહેલા રિનોવેશન પછી ખુલ્લો મુકવામાં આવેલો પુલ કેવી રીતે તૂટી પડ્યો તે શોધી કાઢવું જોઈએ અને દોષિતોને સજા કરવી જોઈએ. ઘાયલોને સારી સારવાર આપવામાં આવે અને મૃતકોના પરિવારોને વળતર આપવું જોઈએ," . સીએમ ગેહલોત.