ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Operation Ajay Fourth Flight : 274 ભારતીયો સાથેની ચોથી ફ્લાઇટ ઇઝરાયેલથી થઇ રવાના, લોકો વતનમાં આવવા ઉત્સાહિત - Operation Ajay

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષ અને તણાવને ધ્યાનમાં રાખીને, અન્ય એક વિમાન ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને લઇને ભારત માટે રવાના થયું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ જાણકારી આપી છે. આ ઓપરેશન અજયનો એક ભાગ છે, જે ઈઝરાયેલમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે શરૂ કરવામાં આવ્યું છે. સંપૂર્ણ સમાચાર વાંચો...

Etv Bharat
Etv Bharat

By ANI

Published : Oct 15, 2023, 6:55 AM IST

તેલ અવીવઃ ઈઝરાયેલ અને હમાસ અને અન્ય પેલેસ્ટાઈન તરફી સંગઠનો વચ્ચે યુદ્ધની સ્થિતિને જોતા ભારત સરકાર ઈઝરાયેલમાં રહેતા ભારતીયોને બહાર કાઢવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આ ક્રમમાં ભારત સરકાર ઓપરેશન અજય ચલાવી રહી છે. રવિવારે 'ઓપરેશન અજય' અંતર્ગત ચોથી ફ્લાઈટ ઈઝરાયેલથી ભારત માટે વહેલી સવારે રવાના થઈ હતી. આ માહિતી ખુદ વિદેશ મંત્રીએ આપી હતી. તેણે પોતાના એક્સ હેન્ડલ પર આ અંગે એક પોસ્ટ કરી હતી.

વતનની વાટ પકડી : વિદેશ મંત્રી એસ જયશંકરે રવિવારે વહેલી સવારે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા ઓપરેશન અજયને લગતી નવીનતમ માહિતી શેર કરી હતી. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે 'ઓપરેશન અજય' હેઠળ 274 ભારતીયો સાથેની ચોથી ફ્લાઈટ રવિવારે વહેલી સવારે ઈઝરાયેલથી ભારત માટે રવાના થઈ હતી.

ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી : જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે, ઇઝરાયેલથી ભારત માટે રવાના થનારી આ એક દિવસમાં બીજી ફ્લાઇટ છે. જયશંકરે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે ઓપરેશન અજય, દિવસની બીજી ફ્લાઇટ, 274 મુસાફરોને લઈને તેલ અવીવથી ઉડાન ભરી છે.

ઓપરેશન અજય શરુ કરવામાં આવેલ છે : અગાઉ, વિદેશ મંત્રાલયના સૂત્રોએ કહ્યું હતું કે લગભગ 18,000 ભારતીયો ઇઝરાયેલમાં રહે છે. આ સાથે વિદેશ મંત્રાલયે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર ઈઝરાયેલથી ભારત આવવા ઈચ્છુક નાગરિકોને પરત લાવવા માટે 'ઓપરેશન અજય' શરૂ કરવામાં આવ્યું છે. આ માટે ગુરુવારથી ભારતીયોની નોંધણી શરૂ થઈ ગઈ છે.

  1. Operation Ajay : 'ઓપરેશન અજય' હેઠળ ઈઝરાયેલથી ભારતીયો સાથેનું પહેલું વિમાન દિલ્હી પહોંચ્યું
  2. Operation Ajay: ઈઝરાયેલથી બીજી બેચમાં 235 ભારતીયો સુરક્ષિત રીતે દિલ્હી પહોંચ્યા

ABOUT THE AUTHOR

...view details