- નાસિકના 5 વર્ષની પર્વતારોહક અરણા ઈપ્પર બની બાલવીર
- અરણા ઉપ્પરએ મલંગગઢ કિલ્લા ચઢીને રચ્યો ઈતિહાસ
- કિલ્લા પર ચડનારા મોટા પર્વતારોહણોનો પણ પરસેવો છૂટી જાય છે
નાસિક, મહારાષ્ટ્ર : દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની જન્મજયંતિ પર દર વર્ષે 14 નવેમ્બરે બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. બાળ દિવસ નિમિત્તે, આ વખતે ETV BHARAT દેશભરના વાચકોને 'બાલવીર'નો પરિચય કરાવી રહ્યું છે. આજે અમે તમને નાસિકના 5 વર્ષની બાલવીરનો (Baalveer) પરિચય કરાવીશું. મહારાષ્ટ્રના નાસિકમાં રહેતા પર્વતારોહક અરણા ઈપ્પરએ (Mountaineer Arna Ipper) 5 વર્ષની ઉંમરે મલંગ ગઢ કિલ્લો પાર કર્યો હતો, વાંચો આ પાંચ વર્ષના બાલવીરની (Child Mountaineer) કહાની...
પાંચ વર્ષના પર્વતારોહણે કિલ્લો કર્યો પાર
નાશિકની રહેવાસી અરણા ઈપ્પરએ પાંચ વર્ષની ઉંમરે દોરડાની મદદથી મલંગગઢ કિલ્લો (Malang Fort Nagpur) ચડ્યો હતો. આ દરમિયાન અરણાએ રેંપલિંગ અને પોલ ક્રોસિંગ પણ કર્યું હતું. આ સાથે જ અરણા સૌથી નાની વયે મલંગગઢ કિલ્લો ચડનાર પ્રથમ બાલવીર બની ગઈ છે. આ કિલ્લા પર ચડનારા મોટા પર્વતારોહણોના પરસેવો છૂટી જાય છે, પરંતુ અરણાએ આ મલંગ ગઢ કિલ્લો ચઢીને ઈતિહાસ રચ્યો છે. કિલ્લો પાર કરતા સમયે અરણાની સાથે તેમના પિતા સહિતના અનેક લોકો પણ સામેલ હતા.
અરણાએ ત્રણ કિલ્લા ચડ્યા
અરણાએ કહ્યું હતું કે, મલંગ ગઢ કિલ્લાના ચડાણ દરમિયાન અનેક અવરોધો આવ્યા હતા, પરંતુ તેણે આ અવરોધોને પાર કરીને આ લક્ષ્ય પૂર્ણ કર્યું છે. અરણાએ જણાવ્યું કે, મલંગ કિલ્લા પહેલા તે બે કિલ્લા હરિશ્ચંદ્ર ગઢ અને રામશેજ કિલ્લો પણ ચઢી ચૂકી છે. આ તેનો ત્રીજો ટ્રેક હતો. આ સાથે જ અરણાએ ચંભર ગુફાઓની પણ મુલાકાત લીધી હતી. દરેક લોકો અરણાના આ પરાક્રમના વખાણ કરી રહ્યા છે.