- બંગાળમાં સરકારી નોકરીઓ માટે સ્થાનિક ભાષાનું જ્ઞાન જરૂરીઃ મમતા
- દરેક રાજ્યમાં સ્થાનિક લોકોને નોકરી મળે તે સુનિશ્ચિત કરવું જોઈએ
- સ્થાનિક ભાષાનું જ્ઞાન જરૂરી છે અન્યથા લોકોની સમસ્યાઓ હલ કરી શકશે નહીં
માલદા: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન (Chief Minister of West Bengal) મમતા બેનર્જીએ બુધવારે કહ્યું કે, રાજ્ય સરકારની નોકરીઓ માટે ભરતી કરતી વખતે સ્થાનિક લોકો અને સ્થાનિક ભાષા જાણતા લોકોને પ્રાથમિકતા આપવી જોઈએ. બેનર્જીએ કહ્યું કે, આ પ્રથા વહીવટી કાર્યને સરળ બનાવશે.
મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ વહીવટી સમીક્ષા બેઠક દરમિયાન કહ્યું
મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ (Chief Minister of West Bengal) વહીવટી સમીક્ષા બેઠક (Administrative review meeting) દરમિયાન કહ્યું કે, હું આ તમામ રાજ્યોને કહી રહ્યી છું. પશ્ચિમ બંગાળમાં જો કોઈ વ્યક્તિ રાજ્યની હોય તો તેને રાજ્ય સરકારની નોકરીઓમાં ભરતી વખતે પ્રાથમિકતા મળવી જોઈએ. ભલે તેમની ભાષા બંગાળી ન હોય, મને આની સામે કોઈ વાંધો નથી. પરંતુ તે વ્યક્તિ બંગાળી ભાષા જાણતી હોવી જોઈએ અને તે રાજ્યનો રહેવાસી હોવો જોઈએ. જો તે વધુ ભાષાઓ જાણતો હોય તો તે સારું છે, પરંતુ સ્થાનિક ભાષાનું જ્ઞાન જરૂરી છે એમ બેનર્જીએ જણાવ્યું હતું.
મમતા બેનર્જીએ બિહાર અને ઉત્તર પ્રદેશના ઉદાહરણોને ટાંક્યા