- 15 એપ્રિલથી અમરનાથ યાત્રા માટે ઓનલાઈન નોંધણી શરૂ થશે
- 56 દિવસ માટેની યાત્રા હશે
- હેલિકોપ્ટરથી મુસાફરી કરનારાઓને અગાઉથી નોંધણી કરવાની જરૂર રહેશે નહીં
જમ્મુ: અમરનાથ યાત્રા 2021 માટે 15 એપ્રિલથી ઓનલાઇન નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ વ્યવસ્થામાં શિવ ભક્ત શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડની સંબંધિત વેબસાઇટ પર જઈને યાત્રા માટે ઓનલાઈન નોંધણી કરી શકશે. ઓનલાઇન અરજી દરમિયાન શ્રદ્ધાળુઓએ તેની વિગતો, ફોટોગ્રાફ અને ફરજિયાત આરોગ્ય પ્રમાણપત્ર (CHC) આપવાનું રહેશે.
બાલટાલ અને ચંદનબારી ટ્રેક માટે શ્રદ્ધાળુ ક્વોટા નક્કી કરાશે
પ્રાપ્ત થતી વિગતો મુજબ, દૈનિક ધોરણે પરંપરાગત બાલટાલ અને ચંદનબારી ટ્રેક માટે શ્રદ્ધાળુ ક્વોટા નક્કી કરવામાં આવશે. અત્યાર સુધીમાં લગભગ 20 હજાર શ્રદ્ધાળુઓ દેશભરની વિવિધ બેન્ક શાખાઓમાં નોંધણી કરાવી ચૂક્યા છે. બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) નીતીશ્વર કુમારે જણાવ્યું હતું કે, આ વખતે 56 દિવસની યાત્રા માટે બેન્કની શાખાઓ સાથે ઓનલાઇન નોંધણીની સુવિધા આપવામાં આવશે.ઓનલાઇન નોંધણી માટે કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યોના માન્ય બોર્ડ / મેડિકલ સંસ્થાઓ તરફથી આપવામાં આવેલી CHC 15 માર્ચથી બોર્ડ દ્વારા લેવામાં આવશે. ઓનલાઇન નોંધણી માટે નકલી CHC પર નજર રાખવામાં આવશે. શ્રદ્ધાંળુઓને બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન નોંધણીની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.
આ પણ વાંચો: અંબાજી મંદિરને કોરોના ગ્રહણ, આજે મંગળવારથી આ તારીખ સુધી રહેશે બંધ
શ્રદ્ધાળુઓએ સાથે લાવવું પડશે ફોટો ID