ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગુગલમાંથી નંબર શોધી બેન્ક અધિકારીને ફોન કર્યો, ખાતામાંથી ઉપડી ગયા 4 લાખ 70 હજાર રૂપિયા

ન્યુ દિલ્લીના કિરાડીમાં એક મહિલાએ ગુગલમાંથી નંબર શોધી તેના બેંક અધિકારીને ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી. જે બાદ મહિલાના ખાતામાંથી 4,70,000 રૂપિયા ઉપડી ગયા હતા.

ગુગલમાંથી નંબર શોધી બેન્ક અધિકારીને ફોન કર્યો
ગુગલમાંથી નંબર શોધી બેન્ક અધિકારીને ફોન કર્યો

By

Published : Apr 12, 2021, 3:21 PM IST

  • દિલ્હીમાં એક મહિલા સાથે ઓનલાઈન ફ્રોડ
  • ગુગલમાંથી નંબર શોધી બેન્કમાં ફોન કરતા ખાતામાંથી 4 લાખ 70 હજાર રૂપિયા ઉપડી ગયા
  • ATMમાંથી પૈસા ન નિકળતા ફરિયાદ કરવા માટે બેન્ક અધિકારીને કર્યો હતો કોલ

ન્યુ દિલ્હીઃ કિરારીમાં રહેતી મહિલાના બેંક ખાતામાંથી 4 લાખ 70 હજાર રૂપિયા ઉપાડવાનો મામલો સામે આવ્યો હતો. આ મહિલાએ ATMમાંથી બે વખત 2000 રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. ખાતામાંથી પૈસા તો કટ થઈ ગયા, પરંતુ ATMમાંથી પૈસા નીકળ્યા ન હતા. જે બાદ પીડિતાએ કસ્ટમર કેરમાં ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો.

દિલ્હીમાં એક મહિલા સાથે ઓનલાઈન ફ્રોડ

આ પણ વાંચોઃ ગોંડલના સંગીત શિક્ષક ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યા, ઓનલાઈન 49 હજારની છેતરપિંડી

અકાઉન્ટ નંબર આપતા જ ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા

પીડિતા રૂપિકા ગુપ્તાએ જણાવ્યું કે, ATMમાંથી 2000 રૂપિયા ઉપાડ્યા હતા. જોકે, ખાતામાંથી તો પૈસા કટ થઈ ગયા હતા, પરંતું ATM માંથી પૈસા નિકળા ન હતા, જેથી મે આની ફરિયાદ કરવા માટે ગુગલમાંથી કસ્ટમર કેરના નંબર મેળવ્યાં હતા. ત્યારબાદ મે તે નંબરમાં કોલ કર્યો ત્યારે તે નંબરમાં PNB બેન્ક લખેલું આવતું હતુ અને તે વ્યક્તિએ મને એક ફોર્મ ભરવા માટે કહ્યુ હતું અને અકાઉન્ટ નંબર માંગ્યા હતા, ત્યારબાદ મારા ખાતામાંથી 4 લાખ 70 હજાર રૂપિયા ઉપડી ગયા ગતા. આ અંગેની ફરિયાદ મે સાયબર સેલ, પોલીસ સ્ટેશનમાં અને બેન્ક મેનેજરને કરી દીધી છે.

દિલ્હીમાં એક મહિલા સાથે ઓનલાઈન ફ્રોડ

આ પણ વાંચોઃ સાયબર ફ્રોડથી કેવી રીતે બચી શકાય? જાણો એક્સપર્ટ પાસેથી...

હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી

RBIના નિયમ અનુસાર 24 કલાકની અંદર ગ્રાહકે ફોન કરીને બેન્કને જાણ કરવાની હોય છે. જોકે, અમે તો અડધા કલાકમા જ બેન્કને જાણ કરી દીધી હતી અને સાયબર સેલ તેમજ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી દીધી હતી, પરંતું હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પીડિતાના પતિએ કહ્યું કે, મારી પત્નીના ખાતા માંથી રૂપિયા કાનપુરમાં રહેતી એક મહિલાના ખાતામાં ગયા છે. તેમજ તે મહિલાના ખાતામાંથી ત્રણ બીજા ખાતામાં પૈસા ગયા અને બે પેટીએમ અકાઉન્ટમાં રૂપિયા ગયા છે. જોકે, હજી સુધી સાયબર સેલે કે પોલીસે કે બેન્ક મેનેજરે આ અંગે કોઈ કાર્યવાહી કરી નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, અમે સાયબર સેલ, પોલીસને અને બેન્ક મેનેજરને હાથ જોડીને વિંનતી કરીએ છીએ કે અમને અમારા પૈસા વહેલી તકે મેળવી આપો અને જલ્દી આ પર કાર્યવાહી કરો.

ABOUT THE AUTHOR

...view details