- ભારતમાં કોરોનાનું 1 વર્ષ
- લોકડાઉન પછી અનલોકમાંથી પસાર થયું ભારત
- 2021માં રસીકરણની પક્રિયા શરું
નવી દિલ્હી: દેશ અને દુનિયાના ઇતિહાસમાં આમ તો કેટલીય મહત્વપુર્ણ ઘટનાઓ 14 માર્ચ તારીખના નામે નોંધાયેલી છે પણ પાછલા વર્ષ 24 માર્ચે પ્રધાનમંત્ર નરેન્દ્ર મોદીને કોરોના કહેરને કારણે દેશભરમાં લોકડાઉન લગાવવાની ઘોષણા કરી હતી અને આ દિવસને ઐતિહાસીક બનાવવા માટે એક મોટું કારણ આપ્યું હતું. દેશમાં કોરોના વાયરસનના કારણે સંક્રમિત લોકોનો આંકડા 500થી વધવાને કારણે આ પગલુ લેવામાં આવ્યું હતું.
જનતા કર્ફ્યું
19માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 22 માર્ચના સવારના 7 વાગ્યા થી લઇને 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યું અને લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી હતી.
પ્રકોપના દરમિયાન વિભિન્ન ક્ષેત્ર દ્વારા કરવામાં આવી રહેલા પ્રસશનિય કાર્ય બદલ સાંજે 5 વાગે પોતાના અગાસી-આંગણામાં ભેગા થઇને 5 મિનીટ માટે થાળી અથવા તાળી વગાડવા આગ્રહ કર્યો હતો.
લોકડાઉન 1
- 24 માર્ચની મધ્ય રાત્રીથી પીએમ મોદીએ 21 દિવસો માટે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી. લોકડાઉન દરમિયાન લોકોને ઘરની બહાર ફરવા પર રોક લગાવી દીઘી હતી. ફક્ત સ્વાસ્થ્ય કર્મી, પોલીસ, પત્રકાર, સફાઇકર્મી અને જરુરી સુવિધા આપવાવાળા લોક જ બહાર નીકળવાની અનુમતી આપવામાં આવી હતી.
- પીએમ મોદીએ સ્વાસ્થ્ય સેવા ક્ષેત્ર માટે 15 હજાર કરોડની સહાયતાની ઘોષણા કરી હતી
- 26 માર્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકડાઉનને કારણે પ્રભાવિત થનાર લોકો માટે 17 હજાર લોકો રુપિયાના પેકેજની જાહેરાત કરી હતી.
- લોકડાઉનના અચાનક એલાનને કારણે લોકોને પુરતી તૈયારી કરવાનો સમય ન આપવા માટે સરકારની આલોચના પણ કરવામાં આવી
શું બંધ રહ્યું-
- પરિવહન સેવાઓ રોડ, હવાઇ અને રેલ, મહાનગરમાં મેટ્રો-લોકલ ટ્રેનની પ્રતિબંધ કરવામાં આવી હતી.
- સ્કુલ-કોલેજો, ઔધોગિક કારખાનો, ખેલ, ધાર્મિક આયોજન, સરકારી ઓફિસો, પ્રાઇવેટ કંપનીઓ, સિનેમા હોલ, ધાર્મિક સ્થળ, શોંપિગ મોલ બંધ કરવામાં આવ્યા હતા.
- આ સમય દરમિયાન કામ કરવાની રીત બદલાઇ, આઈટી કંપનીઓ સહિત ઘણી કંપનીઓએ વર્ક ફ્રોમ હોમનો વિકલ્પનું ચયન કર્યું
શું ખુલ્લુ રહ્યું -
- બેન્ક અને એટીએમ, પેટ્રોલ પમ્પ, કરીયાણાની દુકાન, દવાની દુકાન, ફુડ ડિલેવરી જેવી સેવાઓ ખુલ્લી રાખવામાં આવી હતી.
- 3 એપ્રિલે પ્રધાનમંત્રીને દેશવાસીઓને લાઇટ બંધ કરી આખા દેશમાં 9 મિનીટ માટે મીણબત્તી, દિવો અને મોબાઇલની ફ્લેશ લાઇટ ચાલું કરવાની અપીલ કરી હતી.
લોકડાઉન 2
- 14 એપ્રિલે વડાપ્રધાન મોદીએ લોકડાઉનના 2 ચરણની ઘોષણા કરી. 15 એપ્રિલથી 3 મે સુધી બીજા તબક્કાનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું
- 16 એપ્રિલે સંક્રમણની ગંભીરતા જોતા અલગ-અલગ વિસ્તારને રેડ ઝોન, ગ્રીન ઝોન , ઓરેંન્જ ઝોન, અને હોટસ્પોટની શ્રેણીમાં વેંચવામાં આવ્યા. ગ્રીન ઝોનમાં રહેનાર લોકોને પાંબધીઓમાંથી સૌથી વધું છુટ મળી હતી
- સરકારે આંતરરાષ્ટ્રીય હવાઇ યાત્રા વંદે ભારત મિશન હેઠળ વિદેશમાં ફંસાયેલા ભારતીયઓને પાછા લાવવામાં આવ્યા
તબલીગી જમાત અને વિવાદ
એપ્રિલની શરુઆતમાં દિલ્હી નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીધી જમાતના એક ધાર્મિક કાર્યક્રમમાં ભેગા થયેલા લોકો પર ખુબ જ વિવાદ થયો હતો. તબલીઘી જમાતમાં કેટલાય સદસ્ય મરકજમાં આવેલા દેશના અલગ-અલગ ભાગના લોકો કોરોના સંક્રમણથી ગ્રસ્ત જોવા મળ્યા. હોસ્પિટલમાં નર્સની સામે જ કપડા ઉતારી નાખવા બાબતે 6 લોકન વિરુધ્ધ FIR કરવામાં આવી.
પ્રવાસી મજુરોનું પલાયન
- લોકડાઉનમાં પ્રવાસી મજુરો, બેઘર અને ગરીબ લોકોની સામે રોજી-રોટીની સમસ્યા આવી ગઇ હતી. કામ ગુમાવવાથી બેરોજગાર થયેલા હજારો મજુરો મહાનગરોમાંથી પગપાળા પોતાના ગામડે જવા મજબુર બન્યા હતા. આમાં નાના બાળકો, સગર્ભા મહિલાઓ, વૃધ્ધ અને દિવ્યાંગ પણ શામેલ હતા
- પગપાળા ઘરે જઇ રહેલા મજુરો ક્યારેક અક્સ્માતની ઝપેટમાં આવવાને કારણે અથવા તો ભુખના કારણે અને લાંબી મુસાફરીને કારણે મોત થઇ હતી. પ્રવાસી મજુરોના પલાયનના કારણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ઘણી આલોચના કરવામાં આવી હતી.
- 29 એપ્રિલના દિવસે બીજા રાજ્યામાં ફંસાયેલ પ્રવાસી મજુરોને લાવા-લઇ જવા માટે બસ સેવા શરું કરવામાં આવી અને શ્રમિકો માટો સ્પેશલ ટ્રેન ચલાવવામાં આવી
ડોક્ટરો પર હુમલો
દેશના અલગ-અલગ વિસ્તારમાં ડોક્ટરો અને સ્વાસ્થ્ય સેવાકર્મીઓ પર વાંરવાર હુમલાઓના સમાચાર આવી રહ્યા હતા.તે બાદ કેન્દ્ર સરકાર સંક્રમણ બિમારી કાનૂન 1987માં સંશોધન કરી એક અધ્યાદેશ લાવી જેમાં સ્વાસ્થ્યકર્મી પર હુમલો કરવા અથવા તેમની સંપત્તિને નુક્શાન પોંહચાડવા બદલ જેલની સજા અને દંડની જોગવાઇ કરવામાં આવી.
લોકડાઉન 3
- 4 મેથી 17 મે સુધી ત્રીજા તબક્કાનુમ લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું આ દરમિયાન સુસ્ત થઇ રહેલી અર્થવ્યવસ્થા અને રાજસ્વમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને સરકારે દારુની દુકાનો ખોલવાની મંજુરી આપી
- છૂટ મળવાને કારણે દારુની દુકાનો પર લાંબી લાઇનો અને ભીડ જોવા મળી હતી. આ પછી કેટલાક રાજ્યોએ દારુના ભાવમાં ધરખમ વધારો કર્યા હતો તો કેટલાક રાજ્યોમાં હોમ ડિલેવરીની સુવિધા પણ ઉપલબ્ધ કરવવામાં આવી.
- 12 મેના રોજ વડાપ્રધાનએ આત્મ નિર્ભર ભારત અભિયાન હેઠળ 20 લાખ કરોડ રુપિયાનુ પેકેજની જાહેરાત કરી હતી.
લોકડાઉન 4
કોરોના સંક્રમણના ફેલાવાને રોકવા માટે સરકારે લોકડાઉન વધારી 31 મે સુઘી કરી દીધું. આ દરમિયાન રાતના 7 વાગ્યા થી લઇને સવારના 7 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યું લગાવવામાં આવ્યું હતું. બધા જ સાર્વજનિક સ્થળો અને ઓફિસોમાં માસ્ક પહેરવું અનિવાર્ય કરવામાં આવ્યું હતું. લગ્ન પ્રંસગમાં 50 લોકો અને અંતિમ સંસ્કારમાં 20 લોકોની હાજરીને અનુમતી આપવામાં આવી.
લોકડાઉન 5 અથવા અનલોક 1
દેશમાં 1 જૂન થી લઇને 30 જૂન સુધી લોકડાઉન 5 લાગૂ કરવામાં આવ્યું જેને અનલોક 1નું પણ નામ આપવામાં આવ્યું.સરકારે લોકડાઉનમાં ઘણીખરી છૂટ આપી. ગૃહમંત્રાલયની ગાઇડલાઇનની પછી આંતરરાજ્યોની સીમા ખોલવામાં આવી.અને આંતરરાજ્ય પરીવહનની પણ મંજુરી આપવામાં આવી.200 પેસેન્જર ટ્રેન ચલાવવામાં આવી
અનલોક 2
સરકારે એક જુલાઈથી 31 જુલાઈ સુધી બીજા તબક્કાનું અનલોક જાહેર કર્યું. આ દરમિયાન 15 જુલાઈથી કેન્દ્ર અને રાજ્ય સરકારની ટ્રેનિંગ ઇન્સિટ્યુટ ખોલવામાં આવ્યા અને એક દુકાનમાં 5થી વધુ લોકોને જવાની છૂટ આપવામાં આવી.
અનલોક 3
સરકારે એક ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી અનલોક 3નું એલાન કર્યું. આ દરમિયાન રાતે પ્રવેશ અને 5 ઓગસ્ટથી યોગ સંસ્થાન અને જીમ ખોલવાની પરવાનગી આપી.
અનલોક 4