- ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે 1 વર્ષ પહેલા થઈ હતી હિંસક અથડામણ
- બંને દેશના જવાનો વચ્ચે થયેલી અથડામણમાં ભારતના 20 સૈનિક શહીદ થયા હતા
- ગલવાનમાં જે પણ થયું ત્યારબાદ ભારત અને ચીનના સંબંધ ખરાબ થઈ ગયા
હૈદરાબાદઃ 15-16 જૂન 2020 પછી વિશ્વની સૌથી વધુ વસતી ધરાવતા દેશો વચ્ચે બધુ બદલાઈ ગયું છે. ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલા હિંસક અથડામણ પછી ચીનને સેનાથી લઈને સામાજિક અને આર્થિક મોરચા સુધી ભારતે ખૂબ જ તકલીફ પહોંચાડી છે. ગલવાનમાં જે પણ થયું ત્યારબાદ ભારત અને ચીનના સંબંધ ખરાબ થઈ ગયા છે.
આ પણ વાંચો-ભારત અને ચીન વચ્ચે આ અઠવાડિયે કમાન્ડર સ્તરની વાતચીત થવાની શક્યતા
ચીનની વિસ્તારવાદી નીતિ કોઈનાથી છૂપી નથી
ચીનની વિસ્તારવાદી નીતિ કોઈનાથી છૂપી નથી. ચીન લદ્દાખથી લઈને અરૂણાચલ પ્રદેશ સુધીના વિસ્તાર પર પોતાનો હક જમાવતું રહ્યું છે. જમીનથી લઈને દરિયા સુધી ચીનની ઘુસણખોરી સમગ્ર વિશ્વ જોઈ ચૂક્યું છે. ચીનની આ લાલચનું પરિણામ હતું ગલવાનમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ. જોકે, બંને દેશ વચ્ચે સીમા વિવાદને લઈને ચાલી રહેલી વાતચીત વચ્ચે ચીન તરફથી LAC પર તણાવ વધારવાના પ્રયત્ન કરાઈ રહ્યા છે. આ એ સમય હતો જ્યારે ભારત કોરોનાની પહેલી લહેરનો સામનો કરી રહ્યો છે. LAC પાસે નિર્માણ અને જમીન પર કબજો કરવાના પ્રયત્ન ચીન તરફથી કરાયો હતો. 15-16 જૂને ભારત અને ચીનના સૈનિકો સામસામે આવી ગયા. બંને સેનાને જવાનો વચ્ચે હિંસક ઝડપ થઈ, જેમાં ભારતના 20 જવાન શહીદ થયા છે.