- ભારતીય સરહદ સુરક્ષા દળને મોટી સફળતા મળી
- અમૃતસરમાં પાકિસ્તાની ઘુસણખોરને રોકવામાં સફળતા મળી
- પોલીસ સ્ટેશન લોપોકે ગુરદાસપુરના બે તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધ્યો
અમૃતસર(પંજાબ) :રાજ્યની સરહદ પર સુરક્ષા દળોને સફળતા મળી છે. ભારતીય સરહદ સુરક્ષા દળને અમૃતસરમાં પાકિસ્તાની ઘુસણખોરની રોકીને મારવામાંં સફળતા મળી છે. શોધમાં BSFને બે Ak-47, બે મેગેઝિન, 22 કિલો હેરોઇન, એક મોબાઇલ ફોન, પ્લાસ્ટિકની પાઇપ અને પાકિસ્તાનનું ચલણ મળી આવ્યું છે. આ કેસમાં પોલીસ સ્ટેશન લોપોકે ગુરદાસપુરના બે તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
BSF જવાન ભારતીય સર્વેલન્સ પોસ્ટ કકડમાં પેટ્રોલિંગ કરી રહ્યા
મંગળવાર-બુધવારની વચ્ચેની રાત્રે BSF જવાન ભારતીય સર્વેલન્સ પોસ્ટ કકડમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન, સૈનિકોએ કાંટેલી તાર નજીક થોડી હિલચાલ સાંભળી હતી. એક પાકિસ્તાની શસ્ત્રો અને ડ્રગ્સની સાથે ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સૈનિકોએ બુમો પાડી પરંતુ પાકિસ્તાની ઘુસણખોરને ધ્યાનમાં લીધું નહિ. આ પછી, સૈન્યના જવાનોએ તેને ફાયરિંગ કરી મારી નાખ્યો હતો. આ પછી સમગ્ર વિસ્તારને ઘેરી લઈને શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો : કચ્છની વિઘાકોટ સરહદેથી પાકિસ્તાની ઘુસણખોર પકડાયો