- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે યુનિસેફની ચોંકાવનારી જાહેરાત
- વિશ્વમાં થતા બાળલગ્ન અંગે યુનિસેફે બહાર પાડ્યું તથ્ય
- બાળલગ્નમાં દરેક ત્રણ બાળકીમાંથી એક બાળકી ભારતની હોવાનું સામે આવ્યું
નવી દિલ્હીઃ કોવિ-19ને બાળલગ્નના વિરોધમાં ચલાવવામાં આવતા અભિયાનના રસ્તામાં મોટો પડકાર ગણવામાં આવ્યો છે. કહેવાઈ રહ્યું છે કે, સદીના અંત સુધી 10 મિલિયનથી વધુ અને બાળલગ્નમાં બાળકીઓની સંખ્યા વધી શકે છે. એક અંદાજ અનુસાર, લગભગ 65 કરોડ મહિલાઓ એવી છે જેમના બાળપણમાં જ લગ્ન થઈ જાય છે. આમાંથી અડધી તો બાંગ્લાદેશ, બ્રાઝિલ, ઈથોપિયા, ભારત અને નાઈજિરિયા છે.
આ પણ વાંચોઃઅરવલ્લીમાં રવિવારે પણ શાળાઓ કાર્યરત, જિલ્લા શિક્ષણાધિકારીના પ્રસ્તાવથી વિદ્યાર્થીઓ ખુશ
સામાજિક, આર્થિક અને આરોગ્ય સેવા સુધારવાની જરૂરઃ યુનિસેફ
એક રિપોર્ટ અનુસાર, મહામારીના કારણે છેલ્લા એક વર્ષમાં જેવી હાલત રહી તેનાથી બાળકીઓ અને તેમના પરિવારજનોને આગળ આવવાની જરૂર છે. યુનિસેફના કાર્યકારી નિર્દેશક હેનરીટા ફોરે કહ્યું કે, સામાજિક, આર્થિક અને આરોગ્ય સેવાઓ માટે સ્થિતિ સુધારવાની જરૂર છે. આ સાથે જ કાયદાઓનું પણ યોગ્ય રીતે પાલન એ મોટી ભૂમિકા ભજવશે.
આ પણ વાંચોઃવડોદરામાં યોજાયેલી 'મને વ્હાલી મારી માતૃભાષા' વકતૃૃત્વ સ્પર્ધામાં ડીસાનો વિદ્યાર્થી પ્રથમ
વર્ષ 1992-93માં બાળલગ્નમાં બાળકીઓની સંખ્યામાં મોટું અંતર આવ્યું
યુનિસેફના જણાવ્યા મુજબ, છેલ્લા દાયકામાં જો 25 મિલિયન બાળકોના બાળલગ્ન અટકાવવામાં આવ્યા હતા. તેમના માટે આગળ પડકાર રહેશે. નેશનલ ફેમિલી હેલ્થ સરવેના આંકડા મુજબ, 1992-93માં બાળલગ્નમાં બાળકીઓની સંખ્યામાં મોટું અંતર આવ્યું છે. આ 54થી ઘટીને 27 ટકા પર પહોંચી ગયું છે. છેલ્લા દાયકામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.