ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિદેશમાં મળ્યો મંકીપોક્સ, આ રાજ્યના ત્રીજા મોટા કેસમાં ગંભીર લક્ષણો - monkeypox virus at Kerala

કેરળ રાજ્યમાં કોવિડના કેસની સાથે વધુ એક વાયરસને (monkeypox virus symptoms) માથું ઊંચું કર્યું છે. મંકીપોક્સનો ત્રીજો મોટો કેસ કેરળ રાજ્યમાંથી સામે આવ્યો છે. આ (monkeypox virus at Kerala) દર્દી 35 વર્ષીય વ્યક્તિ છે. જે તારીખ 6 જુલાઈના રોજ યુએઈથી મલ્લપુરમ પરત ફર્યો હતો. તેને તાવ સાથે તારીખ 13 જુલાઈના રોજ મંજરી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યો હતો, તારીખ 15 જુલાઈથી તેનામાં લક્ષણો દેખાવાનું શરૂ થયું હતું.

વિદેશથી આવતા વ્યક્તિમાં મળ્યો મંકીપોક્સ, ત્રીજા મોટા કેસમાં ગંભીર લક્ષણો
વિદેશથી આવતા વ્યક્તિમાં મળ્યો મંકીપોક્સ, ત્રીજા મોટા કેસમાં ગંભીર લક્ષણો

By

Published : Jul 22, 2022, 5:18 PM IST

Updated : Jul 22, 2022, 5:33 PM IST

કોચી:શુક્રવારે કેરળમાં મંકીપોક્સ ચેપના ત્રીજા (monkeypox virus symptoms) કેસની પુષ્ટિ થઈ હતી. દર્દી 35 વર્ષીય (monkeypox virus at Kerala) વ્યક્તિ છે જે તારીખ 6 જુલાઈના રોજ યુએઈથી મલ્લપુરમ પરત ફર્યો હતો. તેને તાવ સાથે 13 જુલાઈના રોજ મંજરી (Government Medical College Hospital Manjeri Kerala) મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, 15 જુલાઈથી તેનામાં લક્ષણો દેખવાનું શરૂ કર્યું હતું. કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે શુક્રવારે જણાવ્યું હતું કે તેમના પરિવાર અને નજીકમાં આવેલાનું ખાસ નિરિક્ષણ કરાશે.

આ પણ વાંચોઃ પૂરના પાણીમાં તણાઈ કાર, વિડીયો થયો વાયરલ

સારવાર શરૂઃઆ દર્દી હવે મંચેરી મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે જેઓ દર્દીના નજીકના સંપર્કમાં આવ્યા હતા તેઓને સર્વેલન્સ પર રાખવામાં આવ્યા છે. અગાઉ, બે વ્યક્તિઓ, બંને યુએઈથી પાછા ફર્યા હતા, તેમને આ રોગ હોવાની પુષ્ટિ થઈ હતી. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે જે લોકોને ઈન્ફેક્શ લાગ્યું છે એની સ્થિતિ હાલામાં સારી છે.

આ પણ વાંચોઃ રાતો રાત કોંગ્રેસ કાર્યાલય ફેરવાયુ હજ હોઉસમાં, જૂઓ વીડિયો...

મેંગ્લોર આવ્યો વ્યક્તિઃ ગત ગુરૂવારે દેશમાં મંકીપોક્સનો પહેલો કેસ કેરળના કોલ્લમમાંથી સામે આવ્યો હતો. બીજો કેસ પણ કેરળમાંથી જ નોંધાયો હતો. હવે ત્રીજો કેસ કેરળમાંથી જ મળી આવ્યો છે. કેરળના કુન્નુરમાં 31 વર્ષની એક વ્યક્તિનો ટેસ્ટ કરાયો હતો. જેમાં તે મંકીપોક્સ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. 31 વર્ષની આ વ્યક્તિ દુબઈથી મેંગ્લોર આવી હતી. તારીખ 13 જુલાઈના રોજ એને હોસ્પિટલમાં એડમીટ કરાયો હતો. જોકે, કેરળમાં વધી રહેલા મંકીપોક્સના કેસ આરોગ્ય વિભાગની ચિંતા વધારી રહ્યા છે. ખાસ કરીને વિદેશથી આવતા પ્રવાસીઓનું ખાસ પ્રકારનું ચેકિંગ અને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

Last Updated : Jul 22, 2022, 5:33 PM IST

ABOUT THE AUTHOR

...view details