ઈંગુરી અને બગલુરી ગામો વચ્ચે અચાનક જમીન ફાટવાનો મામલો આવ્યો સામે
ગ્રામજનોએ વહીવટી તંત્રને જાણ કર્યા છતાં બે દિવસ થયા છતાં કોઈ આવ્યું નથી
ઘટના બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ
ભીંડ: ભીંડના મુખ્ય મથકથી 15 કિલોમીટર દૂર આવેલા ઇંગુરી અને બગુલરી ગામો વચ્ચે અચાનક જમીન ફાટવાનો મામલો સામે આવ્યો છે. બન્ને ગામો વચ્ચે ખેતરોમાં લગભગ 200 મીટરની લાંબી તિરાડ પડી ગઈ છે. જેની પહોળાઈ લગભગ 1 ફૂટ છે અને ઉંડાઈ ઘણી વધારે છે. ગ્રામજનોએ આ અંગે વહીવટી તંત્રને જાણ કરી છે. બે દિવસ બાદ પણ વહીવટી તંત્રની કોઈ ટીમ તપાસ માટે પહોંચી નથી.
અચાનક ખેતરમાં પડી તિરાડ
ભિંડ જિલ્લામાં એક ભૌગોલિક ઘટના પ્રકાશમાં આવી છે. ઘટના બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ છે. ઇંગુરી અને બગુલરી ગામો વચ્ચે અચાનક પડેલી તિરાડ દિવસેને દિવસે વધી રહી છે. રવિવારે તે જ્યારે ઇંગુરી ગામની સરકારી શાળામાં પોતાના ઢોર ચરાવવા ગયો, ત્યારે ત્યાં એક મોટી તિરાડ જોવા મળી હતી. એક ફૂટ કરતા પહોળી તિરાડો દેખાય છે. આવી સ્થિતિમાં, કોઈપણ દુર્ઘટના ગમે ત્યારે થઈ શકે છે.
ગામલોકો કરી રહ્યા છે સાવચેતી
કોઈ અનિચ્છનિય ઘટનાના ડરથી ગ્રામજનોએ વહીવટને જાણ કરી છે. પરંતુ હજુ સુધી જવાબદારમાંથી કોઈ પણ પરિસ્થિતિનો હિસ્સો લેવા આવ્યો નથી. ગ્રામજનોએ ફાટેલી જમીનના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. ગ્રામજનોની માગ છે કે, તપાસ ભૂસ્તરશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવે. જેથી આ ક્રેકની રચનાની સ્થિતિ સ્પષ્ટ થઈ શકે.
કલેકટરે નિષ્ણાતો સાથે કરી હતી વાત
આ સમગ્ર મામલે કલેક્ટર સતિષકુમાર એસએ ભૂસ્તરશાસ્ત્રના નિષ્ણાત અને જીવાજી યુનિવર્સિટીના સિનિયર પ્રોફેસર એસ.એન.મહાપત્રા સાથે વાત કરી છે. નિષ્ણાતોના મતે, સ્થાનિક પરિસ્થિતિઓને કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ છે. કલેકટરે જણાવ્યું હતું કે, બોરિંગમાં પાણીના અભાવે જમીનમાં જગ્યા સર્જાય છે, જેના કારણે આવી સ્થિતિ સર્જાય છે. કલેકટરે જણાવ્યું હતું કે, નિષ્ણાતોએ તેને એક સામાન્ય પ્રક્રિયા ગણાવી છે, સાથે જ ગ્રામજનોને ગભરામણ ન કરવા અપીલ કરી છે.