ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શ્રીનગરમાં આતંકી હુમલો, એક CRPF જવાન શહીદ, એક ઈજાગ્રસ્ત - Two CRPF jawans shot

શ્રીનગર શહેરના મૈસુમા વિસ્તારમાં (Maisuma area of ​​Srinagar city) સોમવારે શંકાસ્પદ આતંકવાદીઓએ બે CRPF જવાનોને ગોળી મારી (Two CRPF jawans shot) હતી. જેમાં 2 જવાન ઈજાગ્રસ્ત થયા હતા. જે પૈકી એકનું મોત થયું છે. મૃતક CRPF જવાનની ઓળખ કોન્સ્ટેબલ વિશાલ કુમાર તરીકે થઈ છે.

શ્રીનગરમાં આતંકી હુમલો,
શ્રીનગરમાં આતંકી હુમલો,

By

Published : Apr 4, 2022, 5:49 PM IST

શ્રીનગર: CRPFના અધિકારીઓ દ્વારા મળતી માહિતી પ્રમાણે, જમ્મુ-કાશ્મીરના શ્રીનગર શહેરના મૈસુમા વિસ્તારમાં સોમવારે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના (Central Reserve Police Force) બે જવાન ઈજાગ્રસ્ત (Two CRPF jawans shot) થયા છે. જેમાંથી એકનું મોત થયું છે.

આ પણ વાંચો :ત્રણ આતંકવાદીઓ ઠાર, ચાર જવાન ઇજાગ્રસ્ત

સર્ચ ઓપરેશન શરૂ : તેમણે કહ્યું કે, આતંકવાદીઓએ મૈસુમામાં CRPF જવાનો પર ગોળીબાર કર્યો હતો, જેમાં બે જવાન ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, જ્યાં એક જવાનનું મોત થયું છે. મૃતક સીઆરપીએફ જવાનની ઓળખ કોન્સ્ટેબલ વિશાલ કુમાર તરીકે થઈ છે, જ્યારે બીજા ઈજાગ્રસ્તની ઓળખ એએસઆઈ નિરંજન સિંહ તરીકે થઈ છે. વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :LeT (TRF)ના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા, હથિયાર પકડાયા

ABOUT THE AUTHOR

...view details